Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

જાફરાબાદના માછીમારોની ઉમરગામના દરિયાકાંઠે ગુમ થયેલ જાળ ધારાસભ્ય અંબરીષભાઇ ડેરની મદદથી પરત મળી

રાજુલા તા. ૨૭ : જાફરાબાદ બંદરનાં માછીમારો દૂર દૂર સુધી માછીમારી કરવા માટે દરિયામાં જતાં હોય છે તે દરિમયાન આ માછીમાર ડીઝલ સહિત અન્ય માલ સામગ્રી માટે નજીકના બંદરે પહોંચતા હોય છે.

જેમાં દક્ષિણ ગુજરાતનાં ઉમરગામનાં બંદરો પર પણ આ માછીમારો વિસામો કરતા હોય છે. તે દરમિયાન અમુક સ્થાનિક લોકો દ્વારા આ માછીમારોનો માલસામાન ઉપાડી જવાની ઘટનાઓ બનતી હોય છે. પરંતું માછીમારીની જાળ સહિતની અમુક માલસામાન ઓળખ કરવી મુશ્કેલ હોય છે તેનાં કારણે ચોરાયા બાદ મળતો નથી. થોડા દિવસો પહેલા જ જાફરાબાદનાં ૩ માછીમારોની લાખોની કિંમતની જાળોઙ્ગઉમરગામનાં દરિયાકાંઠે કોઈ અજાણ્યા શખ્સો ઉપાડી ગયા હતા. જે અંગેની જાણ ધારાસભ્ય અંબરીષ ડેરને માછીમારો દ્વારા કરવામાં આવતા ધારાસભ્ય દ્વારા ઉમરગામના સ્થાનિક પોલીસ અધિકારીઓ તથા આગેવાનોને વાત કરતા આ માછીમારોની લાખો રૂપિયાની કિંમતની માછીમારીની જાળો મળી આવી હતી.

માછીમારો માટે મહામૂલી જાળો પરત મળી આવતા ધારાસભ્ય અંબરીષ ડેર તથા મદદરૂપ થનાર પોલીસ અધિકારી તથા આગેવાનોનો આભાર વ્યકત કર્યો હતો. ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ બનતી હતી પણ આજદિન સુધી કયારેય જાળો મળી નથી. પરંતુ ધારાસભ્ય અંબરીષ ડેરની સક્રિયતા અને સંબંધોનાં કારણે ગુજરાતનાં કોઈ પણ ખૂણે આ વિસ્તારના લોકોને હાશકારો મળી રહે છે.

(10:39 am IST)