Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

ઉનાઃ પોલીસ કર્મીઓના પગાર વધારા સહિતની માંગણીઓને આપ દ્વારા સમર્થન : આવેદનપત્ર

ઉના,તા.૨૭: ગુજરાત પોલીસ કર્મચારીઓના પગાર વધારા સહિતની માંગણી બાબતે ઉના-ગીગઢડાના આપ પાર્ટી દ્વારા સમર્થન કરવામાં આવ્યું છે.

ગુજરાત પોલીસ કર્મચારીઓની રાત-દિવસ જોયા વગર ફરજ ઉપર રહી ફરજ બજાવતા હોય છે. છેલ્લા ઘણા સમયથી પોલીસ કર્મીના પગારના અને ગ્રેડ વધારવાના સહિતના વિવિધ મુદ્દાઓની માંગણીઓ પોલીસ કર્મચારીઓએ ગ્રહખાતામાં રજુઆત કરેલ હોય જે રજુઓતાને કેટલાક રાજકીય પક્ષોએ સમર્થન આપી અને પોલીસ કર્મચારીઓની વિવિધ રજુઆતો જેમ કે ફિકસ કામના કલાકો, મહિલા કર્મીને યોગ્ય સમય સુવિધાઓ, પગાર વધારો વગેરે બાબતોની માંગણીનો ઉકેલ લાવવાની માંગણી સાથે પોલીસ કર્મચારીઓના સમર્થનના ઉના આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ રાજેશભાઇ પી.મકવાણા તેમજ ગીરગઢડા આમ આદમી પાર્ટીના કાર્યકરો મગનભાઇ ગજેરા, નરસિંહભાઇ ચીખલીયા, મધુભાઇ પટેલ સહિતના કાર્યકરોએ ગીરગઢડા મામલતદારને તેમજ ઉના પ્રાંત અધિકારીને પોલીસ કર્મચારીઓની વિવિધ માંગણીઓના સમર્થનમાં આવેદનપત્ર આપી અને પોલીસ કર્મચારીઓની સમસ્યા ઉકેલવા માંગણી કરી છે.

(10:17 am IST)