Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

ભકતો ભૂલા પડે તો સાધુ માર્ગ બતાવે છે : શાસ્ત્રી સ્વામી પૂ.હરિપ્રકાશદાસજી

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીના સાનિધ્યમાં આયોજીત શ્રીરામકથાનો વિરામ

વાંકાનેર,તા.૨૭:બોટાદ જિલ્લાનાં જગ વિખ્યાત એવા સાળંગપુરધામમાં આવેલ સૌનું આસ્થાનું પ્રતિક એવા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દાદાનાં દરબારમા 'શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના (૧૭૩ મા પાટોત્સવ) નિમિતે શ્રી સાંઈ મહિલા મંડળ, વાપી દ્વારા તા , ૨૧ મીથી તા, ૨૭ મી સુધી ઙ્ક શ્રી રામ ચરિત માનસ કથા ઙ્ક નુ સુંદર આયોજન કરવામાં આવેલ હતું જેમાં વ્યાસપીઠ ઉપર વકતા ૅં પરમ પૂજય શાસ્ત્રી સ્વામી શ્રી હરીપરકાશદાસજી સ્વામી ( અથાળાવાળા ) એ પોતાની મધુર વાણી સાથે શ્રી રામકથા નુ વિસ્તાર સાથે રામાયણ ની ચોપાઈ ના ગાન સાથે અનેરા સંગીતની શેલી સાથે રામકથા નુ રસપાન કરાવી ભાવિકો ને કૃતાર્થ કર્યા હતા જે રામકથા મા ગઈકાલે સાંજના ઙ્ક સુંદરકાંડ ઙ્ક ના પ્રસંગ નુ સુંદર વર્ણન કરેલ હતું શ્રી રામચદ્રંજી ના દૂત બનીને શ્રી હનુમાનજી મહારાજ લંકામા પધાર્યા હતા સુંદર વર્ણન સાથે સુંદરકાંડ ની ચોપાઈઓ સાથે વિસ્તાર સાથે વર્ણન કરેલ હતું પૂજય સ્વામીજીએ કહેલ કે જગતમા આપણે ભૂલા પડીયે ત્યારે સાધુ માર્ગ બતાવે છે , સાધુ ભગવાન મા હોય છે સંત ઈશ્વરની આરાધના દ્વારા ભકતજનોના કલ્યાણની પ્રાર્થના કરતા હોય છે , લોહી ના સંબધો કરતા ભકતોના સબંધ શ્રેષ્ઠ હોય છે, આખાય ભારતની અંદર ધરે ધરે રામ,, રામ,, અગાઉ ના સમયમાં ચોરામાં જયારે આરતી થતી ત્યારે ઙ્ક શ્રી રામ ચદ્રં કૃપાળુ ભજમન હરણ ભવ ભય દારૂણમ ઙ્ક આ સ્તુતિ ગવાતી બાપ ,, શ્રી હનુમાનજી નિરંતર શ્રી રામ નુ સ્મરણ કરતા હતા એમને ભગવાન પાસે કાંઈ માંગેલ નથી છતાંય આજે દાદા બધાના કાર્યો પુરા કરે છે ,,, ભગવાન ને પાર્થના કરજો સદાય નિરંતર તમારૃં નામ અમે લઈએ ઙ્ક આપણે બધા દેખાડો કરવામાં તૂટી જાય છી , ફલાણા ભાઈએ આમ કર્યું એવું નો જોઈએ ભગવાન જે કક્ષામા રાખે એમ રહીયે બાપ,, ઙ્ક અમને તાઙ્ખ અમારા ઠાકોર નુ ઓઢણું છે છેલ્લા શ્વાસ સુધી ફેરફાર નહીં થાય બાપ શ્ન મારા હનુમાનજી રામના રગમાં રંગાય ગયા,, મીરાં, નરસિંહ મહેતા એ કૃષ્ણ ના રંગમાં રંગાય ગયા, કુછ દેને સે અમર હોતે હૈ, આ જીવનમાં કોકના કામ મા નો આવીયે તું શું કામનું ,, કોઈ એક વ્યકિત ગામમા સ્કૂલ બનાવી દયે તાઙ્ખ પણ વર્ષો સુધી છોકરા એમ કયે ઓલા ભાઈની સ્કૂલ મા અભ્યાસ કર્યો હતો,, જીવન અંજલી થાજો ભૂખ્યા ને ભોજન ભરજો ઙ્ક જેના જીવનની અંદર પરોપકાર નથી એ પાર છે , અડધામાંથી અડધો રોટલો આપી દયે,, આ સાળંગપુરધામ મા દાદા ના દરબાર મા રોજ ચાર થી પાંચ હજાર ભકતો પ્રસાદ લ્યે છે સાળંગપુર મા અંખડ રોટલો ચાલુ છે કાઠિયાવાડ મા કહેવત છે કે ઙ્ક જયાં રોટલો ત્યાં હરિ ઢુકડો ઙ્ક જે દાદા ના દરબાર મા અવિરત બંને ટાઈમ મહા પ્રસાદ ચાલુ છે અને એક વર્ષ પછી તાઙ્ખ અહીંયા ગુજરાત મા નહીં હોય એવું વ્યવસ્થાનુ ઙ્ક નૂતન ભોજનાલય ઙ્કબનશે અતિ આધુનિક ડાઇનિંગ ટેબલ મા બેસીને હજારો ભાવિકો આ ભોજનાલય મા પ્રસાદ લેશે ત્રણ માણનુ ભોજનાલય બની રહયું છે , ભગવાન ને ચરણે જાય ને ગમે તેવી આગ હોય શીતળ થઈ જાય, ભગવાન ના ચરણે જાય પછી આનંદ આનંદ આવે ઙ્ક રામ રટણ કાજ સવારે, બીક પછી કોને અમારે ઙ્ક ભકિત કરવી હોય એને તાઙ્ખ શ્રી હનુમાનજી ની જેમ હાથ જોડીને નિરંતર સ્મરણ કરાય બાપ,, ગંગાસતી એ કહેલ છે ઙ્ક ભકિત કરવી એને રાખ થઈને રહેવું ને , મેલવુ અંતરનુ અભિમાન રે ઙ્ક વ્હાલા ભકતો ભજન કરજો, સાથે સેવા કરજો ભગવાન તમને પોતાના બનાવશે, આ દાદા ના દરબાર મા કથા સાંભળ્યા પછી માતાઓ ને વિનંતી તમારા પતિ ને ભાવે એવું બનાવી દેવું જયારે કામકાજમાંથી આવે ત્યારે ફરિયાદ નો કરવી,, આપ બધી મારી માતા છો , દીકરા તરીકે વિનંતી કરૃં છું પ્રેમથી જીવી જાણીયે, સીતાજી ને આટલા દુઃખ આવ્યા પરંતુ ફરિયાદ નો કરી, એકબીજા નિરંતર પ્રેમથી રહેજો , પતિ છે પત્ની ની સેવા કરે અને પત્ની છે એ પતિ ની સેવા કરે,, દીકરી તાઙ્ખ સાસરે વહી જશે ,, તુમ્હી મેરી મંદિર, તુમ્હી મેરી પૂજા ઙ્ક જે ગીત સંગીતકારોએ ગાયેલ ,, દ્યરમાં બધા પરસ્પર પ્રેમથી રહેવું ધર સંસાર જીવવાની મજા આવશે એટલે કથા મા કહે છે બંને ને કથા સાંભળવી,, મારામાં અને તમારા ગુણો અવગુણ હશે ને ઈ કથા સાંભળવાથી સારૂ જીવન જીવવાની પ્રેરણા મળશે , વાંદરા નુ નાનું રૂપ લઈને હનુમાનજી બનીને આવ્યા અને સીતાને માં અમારા માં કાંઈ નથી બધો રામનો પ્રતાપ છે ઙ્ક માં ઙ્ક એક મહિના માં જં તમને અહિયા થી લઈ જશું ત્યારે સીતાજી બોલ્યા ઙ્ક અજર અમર ગુનનિધિ સુત હોહુ , કરહુ બહુત રધુનાયક દોહું ઙ્ક હનુમાનજીએ બંદર નુ રૂપ લઈ આખી અશોક વાટિકા પાડી દીધેલ હનુમાનજી ની પૂછ રાવણ ના દૂતો સળગાવે છે અને આખી લંકા સળગાવે છે ગઈકાલે રામ કથા માં સુંદરકાંડ નુ સુંદર વર્ણન કરેલ જે રામકથામાં ગઈકાલે પરમ પૂજય કોઠારી સ્વામી શ્રી વિવેકસાગરદાસ સ્વામી તથા સંતો એ લાભ લીધેલ હતો આજે રામકથા નુ પુર્ણાહુતી પ્રંસગે શ્રી સાંઈ મહિલા ધૂન મંડળ, વાપી ના બધા ભકતજનોએ સવારે સાત કલાકે સામુહિક માં પૂજન કરેલ હતું અને પૂજય કોઠારી સ્વામી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી તથા પૂજારી સ્વામી શ્રી ધર્મકિશોરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ સુંદર રામ કથા નુ આયોજન દાદા ના પાટોત્સવ પ્રંસગે કરવામાં આવેલ હતું જે રામ કથા ની પુર્ણાહુતી આજે થયેલ છે જે સાળંગપુર મંદિરના દાદા ના ભકતજન હિતેશ રાચ્છ ની યાદી ના જણાવાયું છે તસ્વીર અહેવાલ ૅં હિતેશ રાચ્છ, વાંકાનેર

(10:17 am IST)