Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

મોરબીમાં કોંગ્રેસે તેલના ખાલી ડબ્બા અને ડુંગળી-બટેટાની લારી કાઢી લોકોને મોંઘવારી યાદ અપાવી

મોરબી,મોરબી વિધાનસભાની પેટાચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભાજપ-કોંગ્રેસ બંને પક્ષોએ દિગ્ગજ નેતાઓને પ્રચાર માટે મેદાને ઉતાર્યા છે. મોરબી બેઠક પાટીદારોનો ગઢ ગણવામાં આવે છે. આજે  મોરબીમાં કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં મોરબીના વોર્ડ નં. ૧૨ અને ૧૩ના કોંગ્રેસના ઈન્ચાર્જ રહીમ સોરા અને રણજીત મુંધવાએ તેલના ખાલી ડબ્બા અને ડુંગળી-બટેટાના લારી કાઢી લોકોને મોંઘવારીની યાદ અપાવી કોંગ્રેસને મત આપવા અપીલ કરી હતી. હાલ ડુંગળી અને બટેટાનો ભાવ સફરજનના ભાવ કરતા પણ વધી ગયો છે.

(9:39 pm IST)