Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

મોરબીના વોર્ડ 12માં વાડી વિસ્તારના 1700 જેટલા મતદારોએ મતદાનનો બહિષ્કાર કર્યો

પ્રાથમિક સુવિધાઓ નહિ મળતા મતદારોમાં રોષ: બોર્ડ પણ લગાવી દેવાયું

મોરબીના વોર્ડ 12 માં આવતા વાડી વિસ્તારના 1700 જેટલા મતદારો દ્વારા મતદાનનો આગામી પેટા ચુંટણીમાં બહિષ્કાર કરાયો છે સ્થાનિક બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યું છે

 મોરબીના વોર્ડ ૧૨ ના બોરીયા પાટી વિસ્તારના આજે આટલા વર્ષો પછી પણ મતદારોને સારી પ્રાથમિક સુવિધાઓ મળી રહી ન હોવાથી મતદારોમાં રોષની લાગણી ફેલાઈ છે અને હાલમાં અહી રહેતા લોકો દ્વારા આગામી પેટા ચુંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો છે

 સ્થાનિક લોકો પાસેથી મળી રહેલી માહિતી મુજબ બોરીયા પાટી વિસ્તારના બે બુથ આવેલા છે જેમાં કુલ મળીને ૧૭૦૦ લોકોનું મતદાન થાય છે આ લોકોને બંને પક્ષના લોકોએ અત્યાર સુધી આશ્વાસન જ આપેલા છે જેથી કરીને રોષે ભરાયેલા લોકોએ વર્ષોથી માંગણી છતા રોડ, લાઇટ સહિતની સુવિધાઓ મળી રહી ન હોવાથી આગામી પેટા ચુંટણીમાં મતદાનનો બહિષ્કાર કર્યો છે આવી જ રીતે કાલિકા પ્લોટ વિસ્તારમાં પણ સુવિધા ન મળી રહી હોવાથી મતદારોએ મતદાનનો બહિષ્કાર કરેલ છે

(7:59 pm IST)