Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

ખંભાળીયા : વાહનમાં લઇ જવાતા અનાજના શંકાસ્પદ જથ્થા સાથે ત્રણ શખ્સોની અટકાયત

ડી.વાય.એસ.પી. સ્કોડ દ્વારા ૧૧.૭૬ લાખનો મુદ્દામાલ કબ્જે

ખંભાળિયા,તા. ૨૭: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ડી.વાય.એસ.પી સ્કોડ દ્વારા ગઈકાલ મોડી સાંજે ૯.૩૦ના સુમારે ખંભાળિયા-સલાયા રોડ પર સલાયાથી વાહનમાં લઈ જવાતા શંકાસ્પદ અનાજના જથ્થા સાથે વાહનો સહિત ૧૧.૭૬ લાખનો મુદ્દામાલ ઝડપી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.

ખંભાળિયા સલાયા રોડ પર રિલાયન્સ સર્કલ નજીક ગઈકાલે ડી.વાય.એસ.પી સ્કોડની ટિમ મોડી સાંજે ૯:૩૦ વાગ્યે ચેકીંગમાં હોય ત્યારે મળેલ બાતમીના આધારે સલાયામાં અનાજ કરીયાણાની દુકાન ધરાવતા અને ખંભાળિયા ખાતે રહેતા નિલેષભાઈ ભરતભાઇ દત્ત્।ાણી ઉવ.૩૩ના અર્ટિકા વાહન નંબર-જી.જે.૩૬.એફ.૦૨૨૨, વિરેનભાઈ હસમુખભાઈ ઉનડકડ ઉવ.૩૦ રહે. યોગેશ્વરનગર અલ્ટો ગાડી નં-જી.જે.૧૦.એસી.૮૨૯૯ સાથે, આશિષભાઈ રતિલાલ તન્ના ઉવ.૩૦ રહે. બેઠક રોડ અલ્ટો ગાડી નં-જી.જે.૦૩.એચએ.૫૪૩૪ પાસેથી શંકાસ્પદ સરકારી સસ્તા અનાજની દુકાનનો જથ્થો જેમાં ચોખાનો કુલ જથ્થો ૨૦૨.૫૦મણ, કુલ કી. ૨૧૩૫૦ તથા ઘઉંનો જથ્થો ૧૮૧.૫૦ મણ જેની કી. ૫૪૪૫૦ તેમજ ઉપરોકત ત્રણેય ફોરવ્હીલ ગાડીની કી.૧૦ લાખ મળી કુલ ૧૧.૭૫૮૦૦ના મુદ્દામાલ સાથે તેમજ માર્કેટિંગ યાર્ડ ખાતે આવેલ દુકાનમાંથી મળી આવેલ ઘઉં તથા ચોખાનો જથ્થો મળી કુલ ૧૭૭.૭૫ મણ કી. ૧૦૬૬૫૦ના કબ્જે પોલીસે ઉપરોકત ત્રણ આરોપીઓ વિરુદ્ઘ કલમ ૪૧(૧)ડી મુજબનો ગુન્હો નોંધી ધોરણસર અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(1:11 pm IST)