Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

મોરબી તાલુકા ઉંટબેટ ગામે બંદૂક સાથે ઝડપાયો

મોરબી,તા. ૨૩: જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરાના માર્ગદર્શન હેઠળ વિધાનસભા ચુંટણી-૨૦૨૦ દરમિયાન કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ ચુંટણી દરમિયાન શાંતિમય વાતાવરણ જળવાઈ રહે જે અનુસંધાને મોરબી જીલ્લામાં ગેરકાયદેસર હથિયારો રાખી અસામાજિક પ્રવુતિ કરતા ઇસમોને શોધી કાઢી ધોરણસરની કાર્યવાહી કરવા એસ ઓ જી ટીમે સુચના મળતા એસ.ઓ.જી પી આઈ જે એમ આલના માર્ગદર્શન હેઠળ સ્ટાફના સતીશભાઈ ગરચરને બાતમી મળતા મ્રોબી તાલુકાના ઊંટબેટ (શામપર) ગામેથી આરોપી કરીમ ફૂલ્લુભાઈ લુણાઈને ગેરકાયદેસર દેશી બનાવટની જામનગરી બંદુક કીમત રૂ.૨૦૦૦ સાથે એસ ઓ જી ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.તેમજ આરોપી કરીમ પર આર્મ્સ એકટનો ગુન્હો પણ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ છે.

મોરબી એસઓજી ટીમની આ કામગીરીમાં ફારૂકભાઈ પટેલ, સતીશભાઈ ગરચર, ભરતસિંહ ડાભી અને સંદીપભાઈ માવલાએ કરેલ છે.

(1:08 pm IST)