Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

હડમતીયા પાસે દારૂ સાથે મહિલા ઝડપાઇ

મોરબી,તા. ૨૭: ટંકારા પોલીસ ટીમે હડમતીયા બસ સ્ટેન્ડ પાસેથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે આદિવાસી મહિલાને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મદદનીશ પોલીસ અધિક્ષક અભિષેક ગુપ્તાના માર્ગદર્શન હેઠળ ટંકારા પીએસઆઈ બી ડી પરમારની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન હડમતીયા બસ સ્ટેન્ડ પાસેથી એક મહિલા પ્લાસ્ટિકના બાચકા સાથે મળી આવતા તલાશી લીધી હતી જેમાં ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૭૨ કીમત રૂ ૨૧,૬૦૦ નો મુદમાલ મળી આવતા પોલીસે આરોપી મહિલા ચક્કીબેન સબૂરભાઈ ઝાપડા આદિવાસી રહે મૂળ દાહોદ વાળીને ઝડપી લીધી હતી.

ટંકારા નજીકથી ઈંગ્લીશ  દારૂ સાથે બે ઝડપાયા

ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબી રાજકોટ હાઈવે પર આર્ય સ્કૂલ પાસેથી આરોપી રમણીક નરશી દુબરિયા રહે ટંકારા ધર્મભકિત સોસાયટી અને કાનજી હેમત વાદ્યેલા રહે હરબટીયાળી તા. ટંકારા વાળાને ઝડપી લઈને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૦૧ કીમત રૂ ૪૦૦ જપ્ત કરી છે

મોરબીના થોરાળા ગામે  વાડામાંથી દારૂ ઝડપાયો

મોરબીના થોરાળા ગામના રહેવાસી કાનજીભાઈ માધાભાઈ રાઠોડના મકાનના વાડામાં દારૂનો જથ્થો હોય જે બાતમીને પગલે તાલુકા પોલીસ ટીમે દરોડો કર્યો હતો જેમાં આરોપીના મકાન પાસે વાડામાંથી પોલીસે ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૦૯ કીમત રૂ ૩૩૭૫ નો મુદામાલ જપ્ત કર્યો છે અને આરોપો સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

માળિયાના નવા રેલ્વે  સ્ટેશન પાસેથી દેશી દારૂ ઝડપાયો

માળિયાના નવા રેલ્વે સ્ટેશન પાસે દેશી દારૂનો જથ્થો હોવાની બાતમીને પગલે પોલીસે દરોડો કર્યો હતો જેમાં નવા રેલ્વે સ્ટેશન તરફ જવાના રસ્તેથી પોલીસે દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો લીટર ૮૦૦ કીમત રૂ ૧૬૦૦ અને દેશી દારૂ લીટર ૨૫ કીમત રૂ ૫૦૦ સહીત કુલ રૂ ૨૧૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે તો આરોપી સિરાજ હનીફ મોવ્ર રહે નવા રેલ્વે સ્ટેશન માળિયા વાળાનું નામ ખુલતા તેની સામે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે

માળિયાના નાના દહીંસરા ગામેથી દારૂની બોટલ સાથે એક ઝડપાયો

માળિયા પોલીસ ટીમ નાના દહીંસરા પાસે પેટ્રોલિંગમાં હોય દરમિયાન આરોપી દયાળજી મગનભાઈ દેસાઈ રહે મોટા ભેલા તા. માળિયા વાળા પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ મળી આવતા દારૂની બોટલ સાથે આરોપીને ઝડપી લીધો હતો તેમજ અન્ય આરોપી ઈરફાન અલીભાઈ સુમરા રહે નાના દહીંસરા વાળાનું નામ ખુલતા તેની સામે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે .

(1:06 pm IST)