Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

રાણાવાવ : વિશ્વ સ્વાસ્થ્ય દિનની ઓનલાઇન ઉજવણી

 રાણાવાવ :  સરકારી વિનયન કોલેજ, રાણાવાવ દ્વારા માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ આવે તે હેતુથી 'વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ' નિમિત્ત્।ે ત્રિવિધ કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક કોલેજ કક્ષાએ વિદ્યાર્થીઓ દ્વારા વકતવ્યો, રાજયકક્ષાની નિબંધ સ્પર્ધા અને 'માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ કિવઝ સ્પર્ધા-૨૦૨૦'નાં આયોજન કરવામાં આવ્યું હતું. સરકારી વિનયન કોલેજ રાણાવાવના આચાર્ય ડો. કે. કે. બુધભટ્ટીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ કોલેજના મનોવિજ્ઞાન વિભાગ દ્વારા ડો. મયુર વી. ભમ્મરના નેતૃત્વમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતભરના ૫૦૦ જેટલા સ્પર્ધકો જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન કોલેજની વિવિધ પ્રવૃત્ત્િ।ઓ અંગે માર્ગદર્શન તથા આશીર્વચન સિનિયર પ્રાધ્યાપક ડો. કે. પી. બાકુ દ્વારા પાઠવવામાં આવ્યા હતા. કાર્યક્રમનું સંચાલન બોરખતરિયા બંસરી અને ઝહેરી કોનેનબાનુ દ્વારા કરવામાં આવ્યું હતું. વિજેતા સ્પર્ધકોને ૧ થી ૩ નંબર અને સહભાગીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં કોલેજના તમામ સ્ટાફ દ્વારા પોતાનું અમૂલ્ય યોગદાન આપવામાં આવ્યું હતું. સફળ કાર્યક્રમ બદલ આચાર્યશ્રી દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. ઓનલાઇન કવીઝ સ્પર્ધા યોજાઇ તે તસ્વીર.

(11:57 am IST)