Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

ગુમ થયેલ ર૪ મોબાઇલો શોધી કાઢી તેમના મુળ માલીકને પરત અપાવતી જુનાગઢ જીલ્લા એસ.ઓ.જી. (સાયબર ક્રાઇમ સેલ)

જુનાગઢ તા. ર૭: નાયબ પોલીસ મહાનિરીક્ષક જુનાગઢ વિભાગ, જુનાગઢના મનિન્દર પ્રતાપસિંઘ પવારની સુચના તથા પોલીસ અધિક્ષક રવી તેજા વાસમસેટ્ટીની સુચના મુજબ લોકોના મોબાઇલ ફોન ભવનાથ મેળામાં તેમજ અન્ય કોઇપણ જગ્યાએ પડી ગયેલા કે ગુમ થવાના બનાવો બનેલ જે ધ્યાને આવતા તેઓએ તુરત જ ખોવાયેલ મોબાઇલ શોધી મુળ માલીકને પરત મળે તે માટે ખાસ ટીમની રચના કરવા સુચના કરેલ.

જે અનુસંધાને એસ.ઓ.જી.ના પો. ઇન્સ. એચ.આઇ. ભાટી તથા પો. સબ. ઇન્સ. જે.અ ેમ. વાળા તથા સાયબર ક્રાઇમ સેલની એક ટીમની રચના કરી ગુમ થયેલ મોબાઇલોની માહીતી એકત્રીત કરતા ઘણા મોબાઇલો ગુમ થયેલ કે પડી ગયેલાના બનાવો બનેલ હોય જેથી સાયબર ક્રાઇમ સેલના માધ્યમ દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરી અલગ અલગ કંપનીઓના કુલ-ર૪ મોબાઇલો કિં. રૂ. ર,૬૦,૦૦૦/-ના રીકવર કરવામાં આવેલ છે. જે તેમના મુળ માલીકોને જે તે સ્થિતિમાં પરત કરવાની કાર્યવગાહી હાથ હાલ ચાલુ છે તેમજ હજુ પણ બીજા મોબાઇલો ડીટેકટ થયેલ છે અને તેમની રીકવરી હાલ ચાલુ હોય જે મળી આવ્યે તેમના મુળ માલીકોને પરત કરવામાં આવશે અને બાકીના મોબાઇલો ટ્રેસ કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે.

ચાલુ વર્ષે સાયબર ક્રાઇમ સેલ દ્વારા ઉપરોકત ર૪ મોબાઇલો સાથે કુલ ૯૦ મોબાઇલ ફોન જેની સરેરાશ કિં. રૂ. ૧૦,૯૮,૩૮૩/- ના શોધી તેઓના મુળ માલીકને પરત સોંપી સારી કામગીરી કરેલ છે.ઉપરોકત કામગીરીમાં સાયબર ક્રાઇમ સેલના પો.સબ. ઇન્સ. એમ. જે. કોડીયાતર તથા એ.એસ.આઇ. એચ. કે. પીઠિયા તથા પો. હેડ કોન્સ. સામતભાઇ બારીયા, પો. હેડ કોન્સ. દિપકભાઇ જાની, પો. કોન્સ. શૈલેન્દ્રસિંહ સિસોદીયા, પો. કોન્સ. રવિરાજસિંહ વાળા વિગેરે સ્ટાફ જોડાયેલ હતો.

(11:56 am IST)