Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

જામકંડોરણામાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ

 જામકંડોરણાઃ સરકારશ્રી દ્વારા જાહેર કર્યા મુજબ તા.ર૬ને સોમવારે ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ કરવામાં આવેલ સવારે મગફળી ખરીદ કેન્દ્ર જામકંડોરણા માર્કેટ યાર્ડ ખાતે મેસેજથી જાણ કરવામાં આવેલ ખેડૂતો પોતાની મગફળી લઇને પહોંચી ગયા હતા અને સવારે માર્કેટ યાર્ડ ખાતે જામકંડોરણા મામલતદાર આર.જી.લુણાગરીયાના હસ્તે શ્રીફળ, વધેરી આ કામગીરી શરૂ કરવામાં આવી હતી આ તકે પુરવઠા ગોડાઉન મેનેજર વાછાણી, માર્કેટ યાર્ડના સેક્રેટરી પ્રવિણભાઈ અમીપરા, મામલતદાર આર.જી. લુણાગરીયા મામ. કચેરીના પ્રશાંત મહેતા તેમજ ફરજ પરના સ્ટાફની ઉપસ્થિતિમાં આ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. (તસ્વીર-અહેવાલ : મનસુખભાઇ બાલધા જામકંડોરણા)

(11:55 am IST)