Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

ગોંડલમાં અકસ્માતમાં ર ના મોતઃ ર ગંભીર

બાઇક અને સ્કૂટર વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં વૃધ્ધ અને યુવકનો ભોગ લેવાતા અરેરાટી

તસ્વીરમાં બન્ને મૃતકો તથા બન્ને વાહનો નજરે પડે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

ગોંડલ તા. ર૭: ગોંડલમાં આજે સવારે સર્જાયેલ અકસ્માતમાં ર વ્યકિતના મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ગોંડલનાં ગુંદાળા રોડ ઉપર બાઇક અને એકટીવા સ્કુટર વચ્ચે આજે સવારે અકસ્માત સર્જાયો હતો.

જેમાં ઘટના સ્થળે ગોંડલના રામ દ્વાર, રામ બંગલા પાસે રહેતા હિતેનભાઇ પ્રવિણભાઇ વીરપરીયા (ઉ.વ. ૩પ) અને હંસરાજભાઇ કુરજીભાઇ વીરપરીયા (ઉ.વ. ૮૦) નાં મોત થયા હતા.

જયારે બે વ્યકિતને ગંભીર ઇજા થતા તાબડતોબ ગોંડલની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.

ગોંડલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:17 am IST)