Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

સૌરાષ્ટ્રમાં ભવાંતર યોજના લાગુ કરવા માંગણી : પહેલી નવેમ્બરથી તમામ યાર્ડ બંધ રાખવા ચીમકી

સૌરાષ્ટ્ર એપીએમસી વેપારીએ સોસીએશન દ્વારા હડતાલની ચીમકી અપાઈ

રાજકોટ :સૌરાષ્ટ્રમાં ભાવાંતર યોજના લાગુ કરવાની માંગ ઉઠી છે. ભાવાંતર યોજના અમલમાં નહી આવે તો હડતાળની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સૌરાષ્ટ્ર એપીએમસી વેપારીએ સોસીએશન દ્વારા હડતાલની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જો ભાવાંતર યોજના લાગુ નહી કરવામાં આવે તો પહેલી નવેમ્બરથી સૌરાષ્ટ્રના તમામ યાર્ડ બંધ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

 ગુજરાતમાં હાલમાં ખેડૂતોની સ્થિતિ સૌથી ખરાબ છે. ખેડૂતોને ભાવ નથી મળી રહ્યાં ત્યારે અેપીઅેમસી માર્કેટ ખેડૂતોની સાથે અાવ્યા છે. જેઅોઅે ભાવાંતર યોજના લાગુ કરવાની માગ કરી છે. જો ગુજરાતમાં ભાવાંતર યોજના લાગુ કરાય તો ખેડૂતોને સૌથી મોટો ફાયદો થવાની પૂરી સંભાવના છે.

 હાલમાં ગુજરાતમાં કપાસ અને તલના ભાવ કરતાં અેક પણ પાકના ભાવ ટેકાથી વધારે નથી. અામ ખેડૂતો હાલમાં ખોટનો વેપાર કરી રહ્યાં છે. જો ભાવાંતર યોજના લાગુ થાય તો ખેડૂતોને ફાયદો થવાની સંભાવના છે. જોકે, ભાવાંતર યોજના લાગુ કરતાં વેપારીઅોને પણ સરકારે તફાવક મૂલ્યની ચૂકવણી કરવી પડશે.

(2:07 pm IST)