Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

વેરાવળ:કમોસમી વરસાદથી માર્કેટીંગ યાર્ડમાં રાખેલો મગફળીનો જથ્થો પલળી ગયો

વેપારીઓ અને ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો

વેરાવળમાં પડેલા કમોસમી વરસાદમાં માર્કેટીંગ યાર્ડમાં રાખેલો મગફળીનો જથ્થો પલળી ગયો હતો ખેડૂતોએ માર્કેટીંગ યાર્ડમાં મગફળીનો જથ્થો ઠાલવ્યો હતો પણ વાતાવરણ વિલન બનતા માવઠાએ વેપારી અને ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે

  વેરાવળના કાજલી ગામના માર્કેટીંગ યાર્ડમાં ખુલ્લામાં રખાયેલો મગફળીનો જથ્થો પલળી જતા વેપારીઓ અને ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે

(10:48 pm IST)