Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

રાજય મંત્રી બ્રિજેશભાઈ મેરજાની જહેમત ફળી, મોરબી હળવદ ફોરલેન ટેન્ડર રૂા.૧૯૭ કરોડના ખર્ચે મંજૂર.

મોરબી જિલ્લાના મોરબી, હળવદ તેમજ મોરબી, પીપળી, જેતપર મચ્છુ રોડને ફોરલેન બનાવવા માટે મોરબીના ધારાસભ્ય અને રાજય મંત્રી બ્રિજેશભાઈ  મેરજાએ બજેટમાં રૂા.૩૦૯  કરોડ મંજૂર કરાવ્યા હોય અને સતત ફોલોઅપ લઈને બંને ફોરલેનના કામો ટેન્ડર સ્ટેજ સુધી પહોંચ્યા હોય જેમાં મોરબી-હળવદ રોડનું રૂ ૧૯૭ કરોડનું ટેન્ડર મંજુર કરવામાં આવ્યું છે જયારે મોરબી,પીપળી-જેતપરના ટેન્ડરની મંજુરી હાથવેંતમાં હોવાનું મંત્રી બ્રિજેશભાઈ મેરજાની સત્તાવાર યાદીમાં જણાવ્યું છે

તે ઉપરાંત હાલ મોરબી, પીપળી, જેતપર રોડ રીપેરીંગ માટે પણ ૨ કરોડની રીપેરીંગ ગ્રાન્ટ મંજુર કરવામાં આવી છે જે રોડ રીપેરીંગ થવાથી સિરામિક એકમો ઉપરાંત જેતપર ગામ જતા રોડ પર આવતા વિવિધ ગામના લોકોને હાલાકી દુર થશે અને ફોરલેન મંજુરી ટૂંક સમયમાં મળી જશે જે બંને રોડના ફોરલેન કામો તુરંત હાથ ધરાય તે માટે પણ સતત માર્ગ અને મકાન વિભાગના અધિકારી સાથે પરામર્શ પણ મંત્રી કરી રહયા છે.

 

(11:28 pm IST)