Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

મોરબી ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા જાન્યુઆરી માસમાં ૨૫ મો સમૂહ લગ્નોત્સવ યોજાશે.

શ્રી મોરબી જીલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા વર્ષ ૨૦૨૩ ના પ્રારંભે જાન્યુઆરી માસમાં ચાચાપર ગામ મુકામે ૨૫ મો સમૂહ લગ્નોત્સવ યોજાશે અને રજત જયંતીની ઉજવણી કરવામાં આવશે

શ્રી મોરબી જીલ્લા ઉમિયા પરિવાર સૌહ લગ્ન સમિતિ દ્વારા આગામી તા. ૨૫-૦૧-૨૦૨૩ ને બુધવારના રોજ ચાચાપર ગામ તા. મોરબી ખાતે ૨૫ મો સમૂહ લગ્નોત્સવ યોજાશે જે લગ્નમાં જોડાવવા માટે તા. ૦૫-૧૦ થી તા. ૨૦-૧૨ સુધીમાં શ્રીજી હોલ નીચે, માર્કેટિંગ યાર્ડ બાજુમાં શનાળા રોડ મોરબી ખાતે આવેલ સંસ્થાના કાર્યાલય ખાતે ફોર્મ ભરી જવા જણાવ્યું છે
ફોર્મ ભરવા માટે જન્મ તારીખનો આધાર/ઓરીજનલ સ્કૂલ લિવિંગ સર્ટી, અથવા જન્મ તારીખનો દાખલો, આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, પાસપોર્ટ સાઈઝના ફોટા, વર કન્યાના માતા પિતાના આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ દરેકની બે બે કોપી ઝેરોક્ષ તથા ઓરીજનલ ડોકિયુમેન્ટ સાથે સમૂહ લગ્ન સમિતિનો સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે
તેમજ વધુ માહિતી માટે પ્રમુખ ડો. મનુભાઈ કૈલા 98254 05076,  ઉપપ્રમુખ મણીભાઈ સરડવા 98256 95708, જયંતિભાઈ પડસુંબિયા 98256 95827, મંત્રી જયંતિભાઈ વિડજા 99789 21318, સહ મંત્રી કમલેશભાઈ કૈલા 98986 56985, મગનભાઈ અધારા 98250 98079, ખજાનચી ઈશ્વરભાઈ સબાપરા 94272 22510, જયેશભાઇ રંગપરિયા 98792 15000,  જયંતિભાઈ શેરસિયા 98252 83287, સવજીભાઈ સુરાણી 98793 10620 અને ચંદુભાઇ કુંડારીયા 99253 60244 નો સંપર્ક કરવા જણાવ્યું છે

 

(11:45 pm IST)