Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

દેવભૂમિદ્વારકા જિલ્લામાં છુટોછવાયો વરસાદ

ખંભાળિયા::દેવભૂમિદ્વારકા જિલ્લામાં છુટોછવાયો વરસાદપડ્યો છે.જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનુ આગમન થયું છે.દાત્રાણા, હંજડાપર, લીંબડી, સોનારડી, ખાખરડા, જુવાનપુર, સિધ્ધપુર, બારાડી બેરાજા, રાણ, ભીંડા સહિતના ગામોમાં સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે.વરસાદી માહોલ થી જગતનો તાત ચિંતિત છે.ખેતરમાં રહેલા પાક ને નુકશાન થવાની ભીતી છે.વરસાદ ના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.(તસ્વીર -અહેવાલ :: : કૌશલ સવજાણી - ખંભાળિયા)

(4:47 pm IST)