Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઈ ઊંધાડ ની ખેડૂત હિતની રજુઆતને સફળતા :;ખેડૂત ખાતેદારોને ખાતા જુદા પાડવા ભરવી પડતી સ્ટેમ્પ ડ્યુટી ભરવામાથી રાજ્ય સરકાર દ્વારા મુક્તિ,ખેડૂતોને ફાયદો

ખેડૂતોની સમસ્યાઓ ઉકેલી ખેડૂતનેતા નેતા હોવાનું સાબિત કરતા બાવકુભાઈ ઊંધાડ

રાજકોટ તા.૨૭

ભારત દેશ એ ખેતી પ્રધાન દેશ હોવાથી દેશના મોટાભાગના લોકો ખેતીસાથે સીધી રીતે સંકળાયેલ છે અને ખેતીની જમીન પણ ધરાવે છે. ત્યારે જમીન માલિક ના વારસદાર ના પુત્ર કે પુત્રી જે સીધી લીટીના વરસદાર હોય તેને અવસાન થતા જમીન વહેંચણી માં સ્ટેમ્પ ડ્યુટી ની મોટી રકમ ભરવી પડતી હતી.અને ખેડૂતોને ખુબ મોટુ આર્થિક નુકશાન થતુ હતુ.આ બાબતે ખેડૂતો દ્વારા પૂર્વ કેબિનેટ મંત્રી અને સતત લોકોવચ્ચે રહેતા ખેડૂત નેતા બાવકુભાઈ ઊંધાડ ને તેમના રોજિંદા ગ્રામીણ પ્રવાસ માં સામે આવી હતી.

      જેથી બાવકુભાઈ ઊંધાડ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી, મહેસુલ મંત્રી ને લેખિત અને મૌખિક રજુવાત કરતા રાજ્ય સરકાર દ્વારા યોગ્ય રજુઆતના આધારે તેને ધ્યાને લઈને  પરિપત્ર બહાર પાડીને  કોઈ સીધી લીટીના વારસદાર ના પુત્ર કે પુત્રી નુ મૃત્યુ થાય ત્યારે હવે જમીન વહેચણી માટે ફક્ત  300રૂપિયા ના સ્ટેમ્પ પર એકરાર નામું કરી ને તે વહેંચણી કરી આપવામાં આવશે.એટલે કે હવે કોઈ ખેડૂત ખાતેદાર ના વારસદાર ના મૃત્યુ ના કિસ્સા માં તેના ભાગની જમીન ની વહેંચણી સમયે હવે સ્ટેમ્પ ડ્યુટી ની મોટી રકમ ભરવાના બદલે ફક્ત રૂપિયા 300ના સ્ટેમ્પ પર કરેલ એકરારનામા થી વહેંચણી નો આ પ્રશ્ર્ન પૂર્ણ કરી શકશે.

   ત્યારે ખેડૂત હિત માં મહત્વ નો  આર્થિક રાહત આપતો નિર્ણય પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઈ ઊંધાડ ની રજુવાત થી લેતા ખેડૂતોનો મહત્વનો પ્રશ્ન પૂર્ણ થતા ખેડૂતો નેતા એવા પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઈ ઊંધાડ નો આભાર માની હર્ષની લાગણી અનુભવી રહ્યા છે. એક જ મહિનામાં પૂર્વ કેબિનેટ મંત્રી દ્વારા રાજ્ય સરકાર ને ખેડૂતલક્ષી ત્રણ મહત્વના પ્રશ્નો નો ઉકેલ લાવતા પૂર્વ મંત્રી બાવકુભાઈ ઊંધાડ ને ખેડૂતોના મસીહા તરીકે નુ બિરુદ આપવા જોવા મળ્યા છે.

(4:45 pm IST)