Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

મોરબીના તમામ આઉટસોર્સીંગ કર્મચારીઓએ યોગ્ય પગાર નીતિ બનાવવા માંગ કરી : કલેકટરને આવેદન

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨૭ : ગુજરાત સરકાર અંતર્ગત આઉટસોર્સ તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને કાયમી કર્મચારીઓને મળતા લાભો આપવા અથવા યોગ્ય પગાર નીતિ બનાવવાની માંગ સાથે મોરબી જીલ્લાના તમામ આઉટસોસિંગ કર્મચારીઓએ જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું છે

આવેદનમાં આઉટસોસિંગ કર્મચારીઓએ જણાવ્યું છે કે ગુજરાત સરકારના હાથ પગ સમાન કર્મચારીઓ જેના શિરે કુટુંબ અને સામાજિક જવાબદારીનો બોજ હોય છે તેને કરાર આધારિત આઉટસોર્સ તરીકે ઓછા પગાર અને શોષણની અંદર કામગીરી કરવી પડી રહી છે ગુજરાતના સરકારી વિભાગ હોય કે પછી રાજય સરકારની યોજનામાં કામગીરી કરતા કર્મચારી હોય જેઓ સમાન હોદા કે સામાન કેડરના હોય તેના પગારમાં ઘણો તફાવત છે આઉટસોર્સ કર્મચારી માટે કોઈ યોગ્ય પગાર નીતિ નથી.

આઉટસોસિંગ કર્મચારીઓએ કરેલી માંગણીઓ નીચે મુજબ છે. ૧. ગુજરાત સરકારમાં કામગીરી કરતા તમામ કરાર આધારિત આઉટસોર્સ કર્મચારીઓને કાયમી કરવામાં આવે અથવા સમાન વેતન અંતર્ગત સમાન કેડરના કાયમી કર્મચારી જેમ પગારના તમામ પ્રકારના લાભો આપવામાં આવે. ૨. કાયમી કર્મચારીઓને મળતી રાજાઓના લાભો, મેડીકલ કવર લાભો, એલટીસી, જીવન વીમાના લાભો આપવામાં આવે. ૩. સરકારી કર્મચારીઓને મળતા ઞ્ભ્જ્ અને ઘ્ભ્જ્ ના લાભો આપવામાં આવે. ૪. તમામ આવા કર્મચારીઓની સેવાપોથી નિભાવમાં અને તમામ લાભોની તેમાં નોંધ લેવામાં આવે. ૫. રાજયની તમામ લાંબાગાળાની જગ્યાઓ અને યોજનામાં આઉટસોર્સ ના થાય અને તેવા તમામ કર્મચારીઓને સરકારના પ્રવાહમાં સમાવી લેવામાં આવે. ગુજરાત રાજયની તમામ કચેરીમાં આઉટસોર્સથી ફરજ બજાવતા કર્મચારીઓનું શોષણ થાય છે જેમાં સરકાર દ્વારા એજન્સીને અંદાજે ૧૫,૦૦૦ સુધીની ચુકવણી થાય છે પરંતુ એજન્સી કર્મચારીને માત્ર રૃ ૪ હજારથી ૮૦૦૦ સુધીનું જ વેતન ચુકવે છે જેથી રજૂઆતને ધ્યાને લઈને યોગ્ય નિર્ણય કરવા માંગ કરી છે.

 

 

(2:09 pm IST)