Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

જોડીયામાં સહકાર અને યુવા સંમેલનના નામે શકિત પ્રદર્શન

જોડીયા તાલુકામાં ચુંટણી પહેલા જ કોગ્રેસમાં ભંગાણ સર્જાયુ : ૧૫ આગેવાનો ભાજપમાં જોડાયા સહકારી આગેવાન મયુર ચનીયરાએ પાટીદાર પાવરનો પરચો આપતા નવા રાજકીય સમીકરણો સર્જાયા

(સંજય ડાંગર દ્વારા)ધ્રોલ,તા.૨૭ : જોડીયા તાલુકાના ભાદરા માર્કેટીગ યાર્ડ ખાતે સહકાર અને યુવા સંમેલન યોજીને પાટીદાર પાવરનો પરચો આપીને જીલ્લા પંચાયત ધમરમશીભાઈ ચનીયરા અને તેમના પુત્ર મયુર ચનીયરાએ શકિત  પ્રદર્શન કરવામાં આવતા અનેક રાજકીય સમીકરણો સર્જાયા છે અને વધુ એક વખત પોતાના પાવરનો પરચો મયુર ચનીયરાએ દેખાડતા પાર્ટીના કહેવાતા વિરોધી નેતાઓના પગ નીચેથી જમીન સરકી ગઈ છે

 મળતી વિગત મુજબ જોડીયાના માર્કેટીગ યાર્ડ ખાતે જીલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયરાના પુત્ર અને યાર્ડના સેક્રેટરી એવા મયુર ચનીયરા ધ્વારા સહકાર અને યુવા સમેલન યોજવામાં આવેલ હતુ જેનુ રાજકીયણ ગણીત મુજબ આ માત્રને માત્ર પાટીદાર પાવર સાથેનું મયુર ચનીયારાનું શકિત -પ્રદર્શન હોવાનું જાણકારો માની રહયા છે અને ભાદરા યાર્ડ ખાતે મયુર ચનીયરાના લીધે વિશાળ સંખ્યામાં ખેડુત આગેવાનો, યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થત રહેતા ભાજપના દિગ્ગજ નેતાઓ ચોંકી ઉઠયા હતા અને આ શકિત પ્રદર્શન દરમ્યાન કોગ્રેસમાં મોટાપાયે ભંગાણ સર્જાયુ હતુ અને જોડીયા તાલુકાના કોગ્રેસના મોટા માથાઓ સહીત કોગ્રેસના કાર્યકરોએ ભગવો ખેસ ધારણ કરીને ભાજપમાં જોડતા નવા રાજકીય સમીકરણો સર્જાયા છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, જોડીયા ગ્રામ પંચાયત સહીત ભાદરા વગેરે ૧૨ ગામો ૭૭–જામનગર ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તારમાં આવતા હોય અને જોડીયા જીલ્લા પંચાયતની સીટ હોવાથી ધરમશીભાઈ ચનીયારા પુત્ર મયુર ચનીયરા કીગ મેકર સાબીત થઈને પિતાને આ બેઠક જીત અપાવવા માટે મની પાવરથી માંડીને મસલ પાવરનો ઉપયોગ કરીને આ બેઠક ઉપર વિજય મેળવ્યો હતો તેવા સમયે ફરીથી એક વખત ધરમશીભાઈ ચનીયારા પુત્ર મયુર ચનીયારાએ જોડીયા યાર્ડ ખાતે સહકાર અને યુવા સમેલન યોજીને વિશાળ સંખ્યામાં જનમેદની એકઠી કરવામાં સફળતા મળવા પાર્ટીના એક કહેવાતા વિરોધી જુથના પગ નીચેથી જમીન સરકી ગઈ છે અને આ સમેલનના લીધે જામનગર-૭૭ ગ્રામ્ય બેઠક ઉપર નવા સમીકરણો સર્જાયા છે અને આ શકિત પ્રદર્શનના લીધે આગામી ચુંટણીમાં મહત્વનું પરીબળ પુરવાર થશે તેવું જાણકારોનું માનવું છે.

(2:00 pm IST)