Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ૧.૨૫ લાખ ગુણી ની મબલખ આવક ૧ હજાર થી ૧૩૫૦નો ભાવ

  ગોંડલ : નવરાત્રીના પ્રથમ દિવસે જ સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની મબલખ આવક નોંધાઈ છે. આ વખતેની સિઝનમાં સૌ પ્રથમ મગફળીની પુષ્કળ આવક થવા પામી છે. જેના કારણે ગોંડલ માર્કેટિંગ યાર્ડ મગફળીની આવકથી ઉભરાયું છે. અંદાજે ૧.૨૫ લાખ ગુણી મગફળીની આવક નોંધાઈ છે. હરાજીમાં મગફળીના ૨૦ કિલોના ૧૦૦૦ થી ૧૩૫૦ સુધી ભાવ મળ્યા હતા.મગફળીના સારા ભાવ મળતાં ખેડૂતો ખુશ થઈ ગયા હતા. (અહેવાલ : જીતેન્દ્ર આચાર્ય,તસવીર : ભાવેશ ભોજાણી)

(4:50 pm IST)