Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

વિસાવદરના હસ્‍નાપુરમાં ખેતીવાડીમાં વીજ પુરવઠો નહીં મળતા ચૂટણી બહિષ્‍કારની ચિમકી

 (યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૨૭ : વિસાવદરના ગીર સેટલમેન્‍ટના હસ્‍નાપુર ગામમા અનેકવિધ સમસ્‍યાઓથી ગ્રામજનો ત્રસ્‍ત છે.

હસ્‍નાપુર ગામમા ખેતીવાડીમા વીજ કનેક્‍શન આપવામા વનવિભાગ અંતરાયરૂપ બનતુ હોય,અગાઉ વિધાનસભામાં પણ આ પ્રશ્‍ન ઉઠાવવામા આવ્‍યો હોવા છતા હજુ સુધી કોઈ કાર્યવાહી ન થતા ખેતીવાડીમા વીજ પુરવઠો ન મળે તો ગ્રામજનોએ આગામી વિધાનસભાની ચૂંટણી બહિષ્‍કારની ચિમકી આપતા વહીવટી તંત્ર અને રાજકીય પક્ષો ચોકન્ના બન્‍યા છે.આ અંગે સત્તાવાળાઓને પણ લેખિત જાણ કરાઇ હોવાનુ જાણવા મળે છે.

(1:44 pm IST)