Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

સાવરકુંડલા પાલિકામાં એજન્‍સીઓ અને કોન્‍ટ્રાક્‍ટરો દ્વારા ગેરીરીતી થતી હોવાના આક્ષેપો

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા , તા. ર૭ : સાવરકુંડલા નગરપાલિકા હસ્‍તક ની ડમ્‍પીંગ સાઇટ દિવાલ ના કામમાં ગર્વીશ ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર એજન્‍સી દ્વારા બિલકુલ નબળુ અને તદ્દન ઓછા મટીરીયલ્‍સ થી કામ કરી ૯૯ લાખ રૂપિયાની આ દિવાલની આવરદા માત્ર ૩ થી ૪ મહિનાની જાહેર કરવામાં આવી હોય એવુ લાગી રહ્યુ છે. સાવરકુંડલા શહેરમાંથી નગરપાલિકાના વાહનો દ્વારા એકઠો કરાયેલો કચરો જયા ઠલવાય છે તે બોઘરીયાણી ગામ પાસે આવેલ ડમ્‍પીંગ સાઇટની દિવાલ બનાવવા માટે સરકારશ્રી દ્વારા અંદાજે ૯૯ લાખથી વધુની રકમ ફાળવવામાં આવેલ હતી. પરંતુ આ કામ રાખનાર ગર્વીશ ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર એજન્‍સી દ્વારા આ દિવાલના કામમાં માત્ર ૨૦ ટકા જેટલુ જ લોખંડ ઉપયોગ કરવામાં આવેલ છે તેમજ જે લોખંડ વાપરવામાં આવ્‍યુ છે તે ૧૬ મીમી ની જગ્‍યાએ ૧૦ મીમી વાપરવામાં આવ્‍યુ છે. આ દિવાલમાં ફાઉન્‍ડેશન પણ બરાબર કરાયેલ નથી તેમજ કોઈપણ પ્રકાર નુ લાઇન લેવલ જાળવેલ નથી. આ દિવાલના પાયાની ઉડાંઇ ૩ ફુટ ની જગ્‍યાએ માત્ર ૧ ફુટ જેટલી જ છે. બીમ-કોલમ ની ઉડાંઇ પણ તેના માપ કરતા અડધી જ છે. કયાય ફુટીંગ જોવા મળતુ નથી, ભ્‍ઘ્‍ઘ્‍ જાળી પણ નાખેલ નથી. સમગ્ર દિવાલમા કોપીંગ મા કયાય પણ લોખંડ નો ઉપયોગ કરેલ નથી. અને સૌથી મોટો ભ્રષ્ટાચાર આ દિવાલ ની લંબાઇ મા જોવા મળેલ છે, જે દિવાલ નુ માપ ૧૩૮૩ મીટર છે તે દિવાલ ની લંબાઈ માપતા માત્ર ૧૨૩૮ મીટર જોવા મળેલ છે, એટલે કે ૧૪૫ મીટરથી વધુની દિવાલ તો આખે આખી આ ગર્વીશ ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર એજન્‍સી ખાઈ ગઈ છે. આમ આ સમગ્ર બાબત નો સારાંશ એ આવે છે કે સરકારશ્રી દ્વારા લોકોની સુખાકારી માટે જે રૂપિયા ૯૯ લાાખથી વધુ રકમની ગ્રાન્‍ટ ફાળવેલ છે તેમાંથી માત્ર ૫૦ ટકા જેટલી જ રકમ નુ કામ કરી અંદાજે રૂપીયા ૫૦ લાખનો ભ્રષ્ટાચાર કરવામાં આવેલો જણાય છે.

 ગત તારીખ ૧૫/૦૯/૨૦૨૨ તથા તારીખ ૧૭/૦૯/૨૦૨૨ ના રોજ પ્રાદેશિક કમિશ્‍નરશ્રી નગરપાલિકાઓ- ભાવનગર ના ઇજનેરો દ્વારા આ બોઘરીયાણી ગામ નજીક આવેલ ડમ્‍પીંગ સાઇટ દિવાલના સ્‍થળ ઉપર રૂબરૂ ઉપસ્‍થિત રહી ઉપરોકત તમામ બાબતની તપાસ કરી સમગ્ર ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરેલ છે. અને આ દરેક બાબત નુ પંચ રોજકામ કરી સબંધિત કચેરીને અહેવાલ સુપ્રત કરેલ છે. આ ગર્વીશ ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર એજન્‍સીના ભ્રષ્ટાચાર અંગે સાવરકુંડલા શહેર ભાજપ પૂર્વ મહામંત્રી રામદેવસિંહ ગોહિલ દ્વારા ગત તારીખ ૨૨/૦૭/૨૦૨૨ ના રોજ ઉચ્‍ચસતરે ફરિયાદ કરવામાં આવેલ હતી, જે અનુસંધાને ઉપરોક્‍ત ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયેલ છે. સાવરકુંડલા નગરપાલિકામાં આ સિવાય બીજા ઘણા ભ્રષ્ટાચાર થયેલ છે જે અંગે પણ ભવિષ્‍યમાં તપાસ અને નાણાની રીકવરી થશે તેવુ લોકમુખે ચર્ચાઇ રહ્યુ છે.

(4:52 pm IST)