Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

રાજુલાના રાજપરડામાં દુધની ડેરીએ દૂધ લેવા જતા માર માર્યો : ધમકી

(અરવિંદ નિર્મળ દ્વારા)અમરેલી,તા. ૨૭: રાજુલા તાલુકાના રાજપરડા ગામે ભરતભાઇ મગનભાઇ ગોઠડીયા ઉ.વ. ૫૦ દુધની ડેરીએ દુધ લેવા જતા હતા ત્‍યારે મહેશ બાલાભાઇ ગોઠડીયાના ઘર પાસે આવતા જણાવેલ કે તમારો દિકરો કેમ માથાકુટ કરતો હતો જેથી ભરતભાઇ જણાવેલ કે તમે ગાળો કેમ બોલતા હતા જેથી ઉશ્‍કેરાઇ પાઇપ વડે માર મારી દિલીપ બાલાભાઇ, હિતેશ રમેશભાઇ, સુરેશ રમેશભાઇ ગોઠડીયાએ પકડી રાખી મુંઢ માર મારી ધમકી આપ્‍યાની ડુંગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.જયારે સામાપક્ષે મહેશભાઇ બાલાભાઇ ગોઠડીયા ઉ.વ.૨૦ તેના ઘર પાસે ઉભા હતા તે દરમિયાન ભરત મગનભાઇ ગોઠડીયા ત્‍યાંથી નીકળતા જણાવેલ કે ગઇકાલે મારા દિકરા સાથે કેમ માથાકુટ કરેલ તેવુ જણાવી ભરત મગનભાઇ, દિનેશ મગનભાઇ, શેલેૈષ ઉર્ફે શિવાભાઇ ગોઠડીયાએ મુંઢ માર મારી ધમકી આપ્‍યાની ડુંગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

મોત

તાલુકાના ચકકરગઢ દેવળીયા ગામે રહેતા ધીરૂભાઇ અરજણભાઇ પીપળીયા ઉ.વ.૪૫ તા.૨૪/૯ ના ૪:૩૦ કલાકે તેમના ઘરેથી શેત્રુજી નદીમાં ન્‍હાવા ગયેલ ત્‍યારે નદીના પટના પાણીમાં તેમનો પગ લપસતા અથવા ન્‍હાવા પડતા પાણીમાં ડુબી જવાથી મોત નિપજયાનું નાનાભાઇ ગભરૂભાઇ અરજણભાઇ પીપળીયાએ અમરેલી તાલુકા પોલીસમાં જાહેર કરેલ છે.

ધમકી

તાલુકાના બાલાપુર ગામે મનસુખભાઇ ફુલાભાઇ સાંગાણી ઉ.વ.૬૮ પાણીના ટાંકા પાસે પંચાયતનું કામકાજ કરાવતા હતા તે દરમિયાન હિતેષ નાથાભાઇ સાંગાણી આવીને ગાળો બોલી જણાવેલ કે તમારે કોઇએ હવે ગામમાં ભાજપનું કામ કરવાનુ નથી નામ પણ લેવાનું નથી જેથી મનસુખભાઇએ ગાળો બોલવાની ના પાડતા ઉશ્‍કેરાઇ પથ્‍થર વડે તેમજ ઢીકાપાટુ વડે માર મારી ધમકી આપ્‍યાની બગસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

મારમાર્યો

જાફરાબાદ તાલુકાના રોહીસા ગામે ખોડીયાર માતાજીના મંદિર પાસે ભાવેશભાઇ પાંચાભાઇ બાંભણીયા ઉ.વ.૨૪ ને તા.૨૪/૯ ના દસ વાગે ભાવેશભાઇના ભાઇ રવજીભાઇને છગન ભુરાભાઇ વાઘેલાએ માર મારેલ જેથી ખોડીયાર મંદિરે જતા છગન ભુરાભાઇ બાંભણીયાએ ગાળો બોલી લાકડી અને ઢીકાપાટુ વડે માર મારી ધમકી આપ્‍યાની જાફરાબાદ મરીન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે

આપઘાત

ચલાલા દહીડાપરા રામાપીર મંદિર પાસે રહેતી દિવાળીબેન જીવણભાઇ રાઠોડ ઉ.વ.૪૫ ને પેટમાં દુખાવો તથા હદય અને મગજની તકલીફ હોય છેલ્લા ઘણા સમયથી રાજકોટની દવા ચાલુ હોય જેથી કંટાળી પોતાના ઘરે કેરોસીન છાંટી સળગી જતા પ્રથમ ચલાલા અને અમરેલી અને વઘુ સારવાર માટે રાજકોટ સીવીલ હોસ્‍ટિપલમાં સારવાર દરમિયાન મોત નિપજયાનું પુત્ર હિમાંશુભાઇ રાઠોડે ચલાલા પોલીસમાં જાહેર કરેલ છે.

ધમકી

જાફરાબાદ તાલુકાના રોહીસા ગામે ખોડીયાર માતાજીના મંદિર પાસે તા.૨૩/૯ ના રાત્રીના ૧૦ વાગે છગનભાઇ ભુરાભાઇ વાઘેલા ઉ.વ.૫૪ ઘરેથી વાડીએ જતા હતા ત્‍યારે રવજી પાંચાભાઇ બાંભણીયા બાઇક લઇને આવેલ અને જણાવેલ કે કેમ મારી સામે કતરાઇ છે જેથી સારૂ નહિં લાગતા ગાળો બોલી રવજી પાંચાભાઇ, ભાવેશ પાંચાભાઇ બાંભણીયાએ ઢીકાપાટુનો માર મારી ધમકી આપ્‍યાની જાફરાબાદ મરીન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ઝેરી દવા પીધી

તાલુકાના વાંકીયા ગામે રહેતીે કાજલબેન જગદીશભાઇ દાંતેવાડીયા કોઇ અગમ્‍ય કારણોસર પોતાના ઘરે કોઇ અગમ્‍ય કારણોસર ઝેરી દવા પી જતા સારવાર માટે અમરેલી સીવીલ હોસ્‍ટિપલમાં ખસેડાતા સારવાર દરમિયાન મોત નિપજયાનું કાકીજી નયનાબેન ભરતભાઇ દાંતેવાડીયાએ અમરેલી તાલુકા પોલીસમાં જાહેર કરેલ છે.

(4:51 pm IST)