Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

મોરબીમાં જુગાર રમતા ૬ પકડાયા

(પ્રવીણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા.૨૭ : મોરબીના વાવડી રોડ પર કળષ્‍ણનગર-૨માં શેરીના નાકે સરાજાહેર પત્તાં ટીચતાં ૬ને શખ્‍સોને મોરબી સીટી એ ડિવીઝન પોલીસે ઝડપી લીધા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમ વાવડી રોડ પર પેટ્રોલિગમાં હતી. એ સમયે કળષ્‍ણનગર-૨ શેરીના નાકે જાહેરમાં જુગાર રમતા પ્રભુ  ભગવાનજીભાઇ ચાવડા, રમેશ  જીવરાજભાઇ પરમાર, નિલેશ  ધરમશીભાઇ છત્રોલા, કિશોર નાથાભાઇ પરમાર, રાકેશ  રમેશભાઇ પરમાર, જીજ્ઞેશ મોહનભાઇ નાગપરાને ગંજીપત્તા તથા રોકડા રૂ.૩૩,૨૫૦/- ના મુદામાલ સાથે તમામની ધરપકડ કરી હતી.

(1:37 pm IST)