Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

પટડા ડુંગર ઉપરનું આશાપુરા માતાજીનુ મંદિર

આરતી દર્શન માટે ભાવિકો ઉમટે છે !!

ખંભાળીયા તા.ર૭ : ભાણવડના બરડા ડુંગર પર ધુમલી પાસે આશાપુરા માતાજીનું મંદિર અનોખુ છે.

ડુંગર ઉપર પગથિયા ચડીને બન્ને તરફ કુદરતી સૌંન્‍દર્ય સાથે હરિયાળી વચ્‍ચે ડુંગર ઉપર ત્રણ મંદિરો આવેલા છે. જેમાં બેમાં આશાપુરા માતાજીના બે રૂપ સાથેની પ્રતિમા તથા એકમાં સામુદ્રી માતાજીની પ્રતિમા છે.

નગરાત્રી દરમ્‍યાન અહીની આરતીનું ખુબજ મહત્‍વ છે. આરતી વિશિષ્‍ટ માટે ભાણવડ નદી છે કે ખંભાળિયા પોરબંદર, જામજોધપુર, જામનગરની ભકતો આવે છ.ે

પંડિત પરીવારદ દ્વારા વિશિષ્‍ટ પુજા સાથે દર્શન તથા સાંજે નોબત ઢોલ નગારા સાથે આરતી થાય છે.તથા આરતીના હવન પણ યોજાય છે. જેનો લાભ લેવા પણ ભાવિકો ઉમટે છે. પગથીયા ચડીને ડુંગર પર પહોંચીને પછી આ દર્શન થતા હોવા છતા ભાવિકો અહી મોટી સંખ્‍યામાં નવરાત્રી દરમ્‍યાન ઉમટે છ.ે

(4:49 pm IST)