Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

નેશનલ ગેમ્‍સ-ગુજરાતએ કબડ્ડીની મેચમાં ગોવાને હરાવીને અપસેટ સર્જ્‍યો

ભાવનગર તા.૨૭: ૩૬મી નેશનલ ગેમ્‍સ ની અમદાવાદ ખાતે નેશનલ ગેમ્‍સ નું શરૂઆત થઇ છે જેમાં ગુજરાતના પુરુષોએ પૂલ એ મેચમાં દ્વિતીય ક્રમાંકિત ગોવાને ૫૬-૨૭દ્મક હરાવ્‍યું હતું અને હાજર તમામ લોકો ને ખુશ કરી દીધા હતા. જોકે, ગુજરાત ની મહિલા ટીમ માટે વિજયી શરૂઆત થઇ શકી નહોતી. ટોચના ક્રમાંકિત બિહાર સામે, તેઓએ તેમની પૂલ એ હરીફાઈમાં ૧૫-૩૮ થી હારતા પહેલા એક શાનદાર લડત આપી હતી. આ સિવાય ભાવનગરમાં નેટબોલની ગેમ ની શરૂઆત હતી, જેમાં યજમાન ટીમ એ શરૂઆતના મુકાબલામાં નેશનલ ચેમ્‍પિયન હરિયાણાનો સામનો કર્યો હતો. ગુજરાતની પુરૂષોની ટીમ, સ્‍પષ્ટપણે અંડરડોગ્‍સ, તેમની પૂલ એ મેચ માં જુસ્‍સાદાર લડત સાથે આવી હતી પરંતુ ૪૭-૬૦ થી હાર થઇ હતી.

પ્રથમ બે કવાર્ટર માં હરિયાણા ૧૩-૧૧ની લીડ સાથે આગળ હતાં. હાફ ટાઈમમાં લીડ બે પોઈન્‍ટથી વધુ લંબાય નહીં તેની ખાતરી કરીને ગુજરાતે લીડ વધારવાં દીધી ન હતી. હિમાંશુ ૨૮ પોઈન્‍ટ સાથે યજમાન ટીમ માટે સૌથી વધુ સ્‍કોરર રહ્યો હતો જયારે વિકાસે ૧૧ પોઈન્‍ટ અને મનોજ ટાંકે ૮ પોઈન્‍ટ મેળવ્‍યા હતા.

ગુજરાતના સુકાની વિકાસ પ્રજાપતિએ કહ્યું કે તેમની ટીમ ખૂબ સારી રીતે રમી પરંતુ ત્રીજા ક્‍વાર્ટરમાં બચાવ કરવામાં તેમની નિષ્‍ફળતાએ તેમને નુકસાન પહોંચાડ્‍યું. તેણે કહ્યું કે, અમે આગામી મેચોમાં આ ભૂલોને ચોક્કસ સુધારીશું.

પરિણામો (ફક્‍ત ગુજરાત):

કબડ્ડીઃ

મેન્‍સ પૂલ એ : ગુજરાત થી ગોવા ૫૬-૨૭ થી જીત્‍યું

મહિલા પૂલ બીઃ ગુજરાત બિહાર સામે ૧૫-૩૮થી હારી ગયું

નેટબોલઃ

મેન્‍સ પૂલ એઃ ગુજરાત હરિયાણા સામે ૪૭-૬૦ થી હારી ગયું 

(11:50 am IST)