Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

સુરેન્‍દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્‍ચના પી.આઈ તરીકેનો ચાર્જ ચૌધરીએ છોડ્‍યો

નવાગામમાં કોળી ભરવાડ ના જગડાના અંત સાથે સમાધાન લાવનારની ખોટ વર્તાશે

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ર૭:  સુરેન્‍દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્‍ચમાં ફરજ બજાવતા એમ ડી ચૌધરીને પણ બદલી કરી અને ગાંધીધામ ખાતે પીઆઇ તરીકે મૂકવામાં આવ્‍યા છે ત્‍યારે ઉલ્લેખનીય છે કે સુરેન્‍દ્રનગર જિલ્લામાં લોકલ ક્રાઈમ બ્રાન્‍ચ ના પીઆઇ તરીકે એમ ડી ચૌધરી દ્વારા એક વર્ષનો સમયગાળા દરમિયાન ફરજ બજાવી છે ત્‍યારે સુરેન્‍દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્‍યવસ્‍થા ની પરિસ્‍થિતિ સમતોલન જાળવે અને જિલ્લાની જનતા શાંતિમય રીતે જીવન ધોરણ ગુજારી શકે તેવા પ્રયાસ સતત લોકલ ક્રાઈમ બ્રાન્‍ચના પીઆઇ એમડી ચૌધરી દ્વારા કરવામાં આવતા હતા.

જિલ્લામાં દારૂ જુગાર તેમજ ગુનાહિત પ્રવળત્તિ કરનાર ગુનેગારોને ઝડપી પાડી અને જેલ હવાલે કરવામાં લોકલ ક્રાઈમ બ્રાન્‍ચ ના પીઆઇ એમડી ચૌધરી સતત પોતાને ટીમ સાથે વોચ ગોઠવી અને ગુનાહિત પ્રવળત્તિઓ કરનારને ઝડપી લેતા અને કાર્યવાહી હાથ ધરતા ત્‍યારે ઉલ્લેખનીય છે કે હાલની પરિસ્‍થિતિ મુજબ તેમની બદલી ગાંધીધામ ખાતે કરવામાં આવી છે ત્‍યારે તેમને સુરેન્‍દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્‍ચ ના પીઆઇ તરીકે નો ચાર્જ ગત સાંજે મૂકી દીધો છે.અને ગાંધીધામ ખાતે હાજર થયા છે.

ત્‍યારે સારા સ્‍વભાવ અને સરળ વ્‍યક્‍તિત્‍વ ના પગલે પોલીસ અધિકારીઓ રાજકારણીઓ અને ઉચ્‍ચતર કક્ષાના અધિકારીઓ સાથે લોકલ ક્રાઈમ બ્રાન્‍ચ ના પીઆઇ એમ ડી ચૌધરી સારો સંબંધ ધરાવતા હતા ત્‍યારે જિલ્લાના અનેક એવા પડતર ગુનાહિત કેસોનું નિવારણ પણ લોકલ ક્રાઈમ બ્રાન્‍ચ ના પી.આઈ દવારા લાવવા માં આવ્‍યું છે ત્‍યારે તેમની બદલી થતાં રાજકીય તેમજ અધિકારી ગણમાં પણ શોકનું મોજુ ફરી વળવા પામ્‍યો છે ત્‍યારે ત્રણ વર્ષ જેટલો સમયગાળો સુરેન્‍દ્રનગર જિલ્લામાં એમડી ચૌધરી દ્વારા વિતાવવામાં આવ્‍યો છે અને જિલ્લાની દરેક પરિસ્‍થિતિથી એમડી ચૌધરી વાકેફ હતા.

પીઆઇએમડી ચૌધરી સૌપ્રથમ જિલ્લામાં આવ્‍યા ત્‍યારે પીએસઆઇ તરીકે આઠ મહિના જેટલો સમયગાળો રહ્યા હતા. ત્‍યારબાદ પીઆઇ નું પ્રમોશન મળતા પોરબંદર ખાતે તેમની બદલી કરવામાં આવી હતી પરંતુ ત્‍યાં ચાર મહિના જેટલો સમયગાળો વિતાવ્‍યા બાદ ફરી સુરેન્‍દ્રનગર જિલ્લાના થાનગઢ ગામના પીઆઇ તરીકે તેમને ચાર્જ આપવામાં આવ્‍યું હતું. ચાર્જ આપવાની સાથે નવા ગામમાં કોળી ભરવાડનો જે ઝઘડો ચાલતો હતો અને બંને સમાજ વચ્‍ચે રાગ દ્વેષ હતા અને આ રાગ દિવસે અનેક લોકોના જીવ પણ લઈ લીધા હતા ત્‍યારે આ મામલે સરળતાપૂર્વક અને કુનેહપૂર્વક તથા કોઠા સુજ ના કારણે બંને સમાજના આગેવાનો સાથે નવાગામ ખાતે બેઠક કરવામાં આવી હતી બેઠક દરમિયાન પી.આઈ એમ.ડી ચૌધરી દ્વારા સુઝબુજ ના કારણે બંને સમાજના આગેવાનોને સમજાવવામાં આવ્‍યા હતા અને બંને સમાજના આગેવાનોની સમજાવટ બાદ બંને સમાજ વચ્‍ચેના ઝઘડાઓનો અંત લાવવામાં આવ્‍યો હતો એટલે કે વર્ષો જૂનો જે ઝઘડો હતો અનેક લોકોની હત્‍યા થઈ હતી તેનો અંત પી.આઈ એમડી ચૌધરી લાવ્‍યા હતા ત્‍યારે આ મામલે જિલ્લા પોલીસ વડા અને રેન્‍જ આઈ.જી સંદીપસિંઘ દ્વારા પણ પીઆઇ તરીકેની કામગીરી એમડી ચૌધરીની બિરદાવામાં આવી હતી.

(11:43 am IST)