Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

મુળી પાસે અકસ્‍માતમાં : બે ના મોત

સરલા રોડ ઉપર ટ્રકમાં ખામી સર્જાતા બનેલ ઘટના :ત્રણને ઇજા

વઢવાણ,તા.૨૭ : મૂળી સરલા રોડ પર સોમવારે મોડી સાંજે ટ્રકમાં ખામી સર્જાતા અકસ્‍માત સર્જાર્યો હતો. જેમાં ૨ યુવકનાં મોત નિપજતા સમગ્ર વિસ્‍તારમાં શોકનું મોજું ફરી વળ્‍યું છે. જ્‍યારે પોલીસે ઘટનાસ્‍થળે જઇ વધુ તપાસ આરંભી હતી. મૂળી તાલુકામાં અકસ્‍માતનાં બનાવો ખૂબ જ બની રહ્યા છે. ત્‍યારે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મૂળી સરલા રોડ પર ટીકર નજીક મોડી સાંજે મોરબીથી સાયલા તરફ જઇ રહેલા એમપીના મજૂર પરિવારનાં ૪૦૭ ટેમ્‍પોનો અકસ્‍માત સર્જાયો હતો. જેમાં ૨ યુવકને ગંભીર ઇજા પહોંચતા ઘટનાસ્‍થળે જ મોત નિપજ્‍યા હતા.
 જ્‍યારે અન્‍ય ૩ વ્‍યક્‍તિને નાની મોટી ઇજા પહોંચતા તાત્‍કાલિક મૂળી ૧૦૮નાં ઇએમટી રોહન દુલેરા અને પાયલોટ સંજયસિંહ ઝાલા દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવ્‍યા હતા. ૨ યુવકનાં મોતથી સમગ્ર વિસ્‍તારમાં શોકની લાગણી ફેલાઇ હતી. જ્‍યારે પોલીસે ઘટનાસ્‍થળે જઇ વધુ તપાસ હાથ ધરી છે.
 મળતકો મનહરભાઈ કેસિયભાઈ ઓસારા ૩૫ વર્ષ, રમેશભાઈ સીમલીયાભાઈ માવી ૩૩ વર્ષ., ઇજાગ્રસ્‍તો સંદીપભાઇ કતરસિંહ ચૌહાણ ૩૨ વર્ષ, ગોરધનભાઈ અભેસિંહ માવી ૩૩ વર્ષ, પ્રકાશભાઈ રમણભાઈ કોચરા ૨૯ વર્ષનો સમાવેશ થાય છે.

 

(11:36 am IST)