Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

મોટી પાનેલી-અઢી, ભાવનગરમાં ૧ ઇંચ : વરસાદથી પાકને નુકશાનની ભીતિ

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં મિશ્ર વાતાવરણ યથાવત : દરરોજ સાંજના સમયે અમુક વિસ્‍તારોમાં વરસતા મેઘરાજા

પ્રથમ, બીજી અને ત્રીજી તસ્‍વીરમાં ઉપલેટા-મોટી પાનેલીમાં તથા ચોથી તસ્‍વીરમાં જામજોધપુર અને પાંચમી તથા છઠ્ઠી તસ્‍વીરમાં ગોંડલમાં પડેલ વરસાદ નજરે પડે છે. (તસ્‍વીરઃ ચતુલ ચગ (મોટી પાનેલી) ચંદ્રેશ હિરાણી દર્શન મકવાણા (જામજોધપુર) ભાવેશᅠ ભોજાણી (ગોંડલ)
રાજકોટ, તા. ર૭ :  રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં મિશ્ર વાતાવરણ વચ્‍ચે દરરોજ સાંજના સમયે વરસાદ વરસી જાય છે.
ગઇકાલે ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં અઢી ઇંચ વરસાદ વરસ્‍યો હતો. ભાવનગરમાં ૧ ઇંચ વરસાદ પડયો છે.
મોટીપાનેલી
મોટી પાનેલી : ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ભાયાવદર કોલકી સહિત અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં અડધાથી દોઢ ઇંચ વરસાદ વરસ્‍યો છે આ ઉપરાંત ખારચિયા રબારીકા વાવડીયા વિસ્‍તાર તથા ધારુ વિસ્‍તારમાં વરસાદ વરસ્‍યો છે તેમ મોટી પાનેલી થી અકિલા ‘ફેસબૂક' લાઈવના શ્રોતા ચંદ્રેશભાઇ હિરાણી જણાવ્‍યું છે
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ભાવનગર શહેરમાં આᅠ એક ઇંચ વરસાદ વરસી ગયો હતો. જયારે જિલ્લાના ઉમરાળા પાલીતાણા અને વલભીપુરમાં છુટા છવાયો વરસાદ પડ્‍યો હતો.
ગોહિલવાડ પંથકમાંᅠ બીજા દિવસે પણ વરસાદી માહોલ ઉભો થયો હતો. ભાવનગર શહેરમાંᅠ ᅠએક ઇંચ વરસાદ વરસી ગયો હતો. શહેરના પશ્ચિમᅠ વિસ્‍તારમાં ધોધમાર વરસાદ પડ્‍યો હતો જયારે શહેરના પૂર્વ વિસ્‍તારમાં હળવો વરસાદ પડ્‍યો હતો.
ભાવનગર શહેરમાં ૨૫ મી.મી. ઉમરાળા માં ૭ મી.મી. પાલીતાણા ૩ મી.મી .અને વલભીપુરમાં ૨ મી.મી. વરસાદ નોંધાયો છે.
ᅠભાવનગર શહેરનું મહત્તમ તાપમાન ૩૨.૧ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૨૫ .૦ ડિગ્રી નોંધાયુ હતું. જયારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૯% અને પવનની ઝડપ ૮ કિ.મી. પ્રતિ કલાકની રહેવા પામી હતી.
સુરેન્‍દ્રનગર
(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ : વઢવાણમાં પણ સાંજના વાતાવરણમાં એકાએક પલટો આવ્‍યો હતો અને વઢવાણમાં પણ વરસાદી ઝાપટું પડ્‍યું હતું અને ગામ સોસરાવા પાણી કાઢ્‍યા હતા જયારે લીમડી તાલુકામાં ચુડા પંથકમાં પણ વરસાદ વરસ્‍યો હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે ત્‍યારે ઝાલાવાડના અમુક અમુક ગામોમાં નવરાત્રિના પ્રથમ નોરતે જ વરસાદી ઝાપટું પડતા ખેલૈયાઓમાં ઘણીવાર ઉદાસીનો માહોલ છવાઈ જવા પામ્‍યો હતો લીંબડી પંથકમાં નોરતાના પ્રથમ દિવસે એકાએક વાતાવરણમાં પલટો આવ્‍યો હતો. જો કે સામાન્‍ય વરસાદી ઝાપટાં પડયા હતાં. તેના કારણે ગરબે ગુમવાના શોખીન ખૈલયાઓ નારાજ અને ગરબાના આયોજકો ચિંતાગ્રસ્‍ત જોવા મળ્‍યા હતાં.
લીંબડીમાં સોમવારના દિવસે બપોર પછી એકાએક વાતાવરણમાં પલટો આવતાં વરસાદી ઝાપટા પડયા હતા. ત્‍યારે લીંબડી શહેરમાં વિવિધ વિસ્‍તારોમાં યુવક મંડળ દ્વારા છેલ્લા ઘણા સમયથી શરૃ કરાયેલી નવરાત્રીની તૈયારીઓ ઉપર પાણી ફરી વળ્‍યુ હતું અને મંડપ સાથે મેદાન પલડી ગયા હતાં. પ્રથમ નોરતાના દિવસે વરસાદી ઝાપટાં પડતાં યુવક મંડળના કાર્યકરોમાં અફડાતફડી મચી ગઈ હતી. જયારે ગરબે રમતાં ખૈલયાઓમાં નારાજગી છવાઈ ગઈ હતી.ᅠ
વિંછીયા
(પિન્‍ટુ શાહ દ્વારા) વિંછીયાઃ અહીં વીંછીયા તથા આજુબાજુના વિસ્‍તારમાં મેઘમહારાજા એ પ્રથમ નોરતાં ની મજા બગાડી હતી.રાત્રી ના આઠ વાગે મેઘ મહારાજાએ ગરબા લેવાનું -વરસવાનું શરૂ કરતા રંગ માં ભંગ પડ્‍યો હતો. આમ પહેલા નોરતાં એ મેઘ મહારાજાએ ગરબે રમી નવરાત્રિ ની શરૂવાત કરાવી હતી!!!!.
ગોંડલ
(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલઃ ગોંડલમા સાંજે પાંચ કલાકે અચાનક વાતાવરણ બદલાતા ભારે પવન સાથે વરસાદ નુ જોરદાર જાપટુ વરસતા માર્ગો પર પાણી ફરી વળ્‍યા હતા.જાપટા બાદ ઝરમર મેઘવર્ષા ચાલુ રહી હતી.આજે પ્રથમ નોરતુ હોય વરસાદને કારણે ગરબી મંડળોના આયોજકો ચિંતિત બન્‍યા હતા.
મોટી પાનેલી
(અતુલ ચગ દ્વારા) મોટી પાનેલી : ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં માતાજી ના પ્રથમ નોરતામાં જ વરસાદે વિઘ્‍ન ઉભું કરતા સતત ત્રણ કલાક વરસાદ વરસતા અઢી ઇંચ વરસી ગયો હતો ખેતરોમાં પાણી ભરાયા હતા ખેતરો માઁ પાથરે પડેલી મગફળી અને કપાસના ઢગલા પલળી ગયેલ હોય ખેડૂતો ને ભારે નુકશાની ની સંભાવના છે કપાસનો ઉભો મોલ હિલોળા લેતો હતો જે ખેડૂતો માટે સોનાની લગાડી સમાન હતો જેમાં  વરસાદ વિલન બની ખાબકતા ખેડૂતોની પરિસ્‍થિતિ ના ઘરના ના ઘટના જેવી સર્જાણી છે ઉભા મોલમાં ભારે નુકશાન આવશે પ્રથમ નોરતામાં જ વરસાદે જોરદાર દસ્‍તક દેતા ગરબી મંડળની નાની બાળાઓ પણ નિરાશ બની છે.
ઉપલેટા
( કળષ્‍ણકાંત ચોટાઈ દ્વારા) કાલે સાંજના ૪ વાગે થી ૬ વાગ્‍યા સુધી વરસાદ પડેલ  હતો. જે ૨૩ મીમી વરસાદ પડેલ છે. આજે પ્રથમ નોરતા એ વરસાદન નું વિઘ્‍ન આવતા સિટીમાં ત્રણ પાર્ટી પ્‍લોટ તથા પ્રાચીન ગરબીના સંચાલકો ચિંતામાં મુકેલા હતા જ્‍યારે ઉપલેટા કડવો સમાજ દ્વારા નવરાત્રી નો કાર્યક્રમ આજના દિવસે બંધ રાખેલ છે તેવી જાહેરાત કરેલ છે તાલુકાના ગ્રામ્‍ય પંથકમાં એક થી અઢી ઇંચ વરસાદ નોંધેલ છે જેમાં મોટી પાનેલી અઢી ખીરસરા ઘેટીયા બે કોલ કી તથા ભાયાવદર માં એક થી દોઢ ઇંચ વરસાદ પડેલ છે ગ્રામ્‍ય પણ તકમાં વરસાદ પડતા ખેતરમાં પહેલા પાકને ભારે નુકસાન થયેલ છે.
ઉપલેટા તાલુકાના મોટી પાનેલી તથા આજુબાજુમા આવેલ ગામ જેવાકે ખારચીયા જાર હરીયાસણ સાતવડી ભાયાવદર મા આશરે ૨ ઈંચ થી પણ વધારે વરસાદ વરસી ગયો છે.
ગામ જાર તાલુકો ઉપલેટા , હરિયાસણ તાલુકો ઉપલેટા મા ફૂલ વરસાદ વરસ્‍યો છે.
      ખાગેશ્રી તાલુકો કુતિયાણા,  પાનેલી મોટી મા ધોધમાર વરસાદ પડ્‍યો છે.મોટી પાનેલી મા ભુક્કા બોલાવતો વરસાદ વરસ્‍યો છે .વલાસણ (તાલુકો જામજોધપુર
 સાત્તવાડી (તાલૂકો ઉપલેટા,મોટી પાનેલી મા ધોધમાર વરસાદ  જામજોધપુર તાલુકાના (ઉમીયાધામ) સીદસર મા વરસાદ જામજોધપુર તાલુકાના ગીંગણી મા વરસાદ પડ્‍યો છે.
જામજોધપુર
(દર્શન મકવાણા દ્વારા) જામજોધપુરપુરઃ જામજોધપુર પંથકમાં લાંબા વિરામ બાદ વાતાવરણ માં પલટો આવતા અનેક વિસ્‍તારો ધીમીધારે વરસાદ વરસયો હતો.નવરાત્રી આયોજન કરતા આયોજકો મુશ્‍કેલી માં મુકાયા હતા. નવરાત્રીનાપહેલા દિવસે વરસાદ પડતા ખૈલેયાઓના રંગમાં ભંગ પડ્‍યો હતો.

 

(11:35 am IST)