Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

લાઠી ખેડૂતોના વીજ પ્રશ્ને ધારાસભ્ય ઠુંમરે PGVCL ડિવિઝનનો કર્યો ઘેરાવ : પ્રશ્ન ઉકેલો અન્યથા આંદોલનની ચેતવણી આપી

ફીડરના બે ભાગ કરી ગુરૂવાર સુધીમાં આ પ્રશ્ન પૂર્ણ કરવા માટે ખાત્રી આપતા ખેડૂતોને સંતોષ ની લાગણી

લાઠી મગળપરા વિસ્તારના ખેડૂતોને ખેતીવાડી વીજળીના સમસ્યા અંગે ધારાસભ્ય શ્રી ને જાણ કરતા ધારાસભ્યએ લાઠી પીજીવીસીએલ કચેરીનો ઘેરાવ કરી દામનગર અને લાઠી પીજીવીસીએલ કચેરીનો સંયુક્ત સંયુક્ત પ્રશ્ન હોય ફીડરના બે ભાગ કરી ગુરૂવાર સુધીમાં આ પ્રશ્ન પૂર્ણ કરવા માટે ખાત્રી આપતા ખેડૂતોને સંતોષ ની લાગણી જન્મી હતી

 ઘેરાવ કાર્યક્રમમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ આંબાભાઈ કાકડીયા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સુરેશભાઈ ગોયાણી ભરતભાઈ લાડોલા હિંમતભાઈ શંકર તેમજ અન્ય ખેડૂત ઉપસ્થિત રહી પ્રશ્નનો સ્થળ  પર નિકાલ કરવા માટે ખાત્રી મળતા શુક્રવાર સુધીમાં આ કાર્ય પૂર્ણ ન થાય તો ધારાસભ્યએ નાગરિક કચેરી સામે ખેડૂતોની હાજરીમાં ઉપવાસ ઉપર બેસવાની ચીમકી પણ આપી હતી

(12:58 am IST)