Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

ગોંડલ યાર્ડમાં નવરાત્રિના પ્રથમ દિવસે મગફળીની મબલખ આવક:1 હજારથી લઇ 1, 350 રૂપિયા સુધીનો ભાવ બોલાયો

સારો ભાવ -આવક પ્રાપ્ત થતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા

રાજકોટ જિલ્લાના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં અંદાજે 1.25 લાખ ગુણી મગફળીની આવક નોંધાઈ છે અને મગફળીની હરાજીમાં 20 કિલો મગફળીના 1 હજારથી માંડીને 1, 350 રૂપિયા સુધીની આવક પ્રાપ્ત થતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા. જૂનાગઢ માર્કેટ યાર્ડમાં નવી મગફળીની આવક શરૂ થઈ છે. ખુલ્લી હરાજીમાં ખેડૂતોને પોતાની મગફળીના સાારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. હાલ મગફળીના એક મણના 1000થી લઈ 1300 રૂપિયા સુધીના ભાવ મળી રહેતા ખેડૂતોની ખુશીનો કોઈ પાર નથી

 

(10:19 pm IST)