Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

પોરબંદર જિલ્લામાં પ્રોહીબીશનના રપ કેસઃ કુલ ર૩૬૦નો દારૂ તથા ૧૩ પીધેલ ઝડપાયા

પોરબંદર તા.ર૭ : જિલ્લામાં પ્રોહીબીશનના રપ કેસમાં પોલીસે ર૩૬૦ના દેશી દારૂ તથા ૧૩ શખ્સોને પીધેલ હાલતમાં પકડીને ગુન્હો નોંધ્યા છે.

પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગરનાઓ તરફથી રાજયમાં પ્રોહી - જુગાર બદી નેસ્ત નાબુદ કરવા  સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરેલ છે. જે અન્વયે જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવાર સાહેબ તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીનાઓએ જીલ્લામાં પ્રોહી જુગાર બદીન ાબુદ કરવા ખાસ ુચના આપેલ હોય જેથી નાયબ પોલીસ અધિક્ષક પોરબંદર શહેર ગ્રામ્યનાઓએ પોતાના ડિવીઝનના પોલીસ અધિકારીશ્રીઓ કર્મચારીઓ દ્વારા કીર્તિમંદિર પો. સ્ટે.પ, કમલાબાગ પો. સ્ટે.૩, ઉદ્યોગનગર, પો. સ્ટે.૩, રાણાવાવ પો. સ્ટે.ર, કુતિયાણા પો.સ્ટે.ર,, બગવદર પો. સ્ટે.૧, માધવપુર પો.સ્ટે.પ, હાર્બર મરીન પો. સ્ટે.૩, એલસીબી-૧૪ એમ પ્રોહીબીશનના કુલ રપ કેશો શોધી કાઢેલ જેમાં દેશી દારૂ લીટર રૂ.૧૧૮ કિ.રૂ.ર૩૬૦ તથા આથો લીટર પ૦ કિ. રૂ.૧૦૦ તથા પ્રોહી. પીધેલ કેશ ૧૩ મુજબના ગુન્હાઓ રજીસ્ટર કરવામાં આવેલ અને મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે.

(1:19 pm IST)