Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

સાવરકુંડલામાં કોરોનાનો કેસ આવતા તંત્ર એલર્ટ : રસી લેવા અપીલ

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા, તા. ર૭ :  સાવરકુંડલા પંથકમાં છેલ્લા ચાર માસથી કોરોનાના કેસો અંકુશમાં હતા તેથી લોકોએ અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. અને જનજીવન લગભગ રાબેતા મુજબ ચાલી રહ્યું હતું ત્યારે સાવરકુંડલાના જેસર રોડ ઉપર આવેલી ગીતાંજલી સોસાયટીનાં એક રહેવાસીને કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ આવતા શહેરીજનોમાં ભયની લાગણી ફરી વળી છે. ત્યારે નવેસરથી માથુ ઉચકતા કોરોનાને ડામી દેવા તંત્ર પણ એલર્ટ થયું છે અને તાબડતોડ સંક્રમિત થયેલા રહેલા રહેવાસીનાં નિવાસ્થાન વાળી શેરી સીલ કરી દેવામાં આવી છે અને સંક્રમિત થયેલાનાં સંપર્કમાં આવેલા તમામના રીપોર્ટ કરાવવા આરોગ્ય તંત્રના ડો. ગોસાઇ, ડો. પારધી જાગૃતિ ચૌહાણ અને નગરપાલીકા ખાતાના આનંદભાઇ સરૈયાએ કામગીરી હાથ ધરી છે. નગરપાલીકાના આનંદ સરૈયાએ કોરોનાની રસી લેવામાં બાકી રહેતા શહેરીજનોને તાત્કાલીક રસી લેવા અપીલ કરી છે.

(1:17 pm IST)