Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

સોમનાથની ભૂમિ પર ૧૦૦૦ વર્ષ પહેલા સામૂહિક સ્થળાંતર કરી તામિલનાડુમાં નવ-નવ પેઢીઓથી સ્થાયી થયેલા સૌરાષ્ટ્રવાસી ગૃપ સોમનાથ દાદાના દર્શનથી ભાવવિભોર ગદ્ ગદ્ થયા

 પ્રભાસ પાટણ : વિશ્વ પ્રસિધ્ધ ભગવાન સોમનાથ મંદિર ઉપર આશરે ૧૦૦૦ વર્ષ પહેલા થયેલ આક્રમણ બાદ સામુહિક સ્થળાંતર કરી સદીઓથી તામિલનાડુમાં સ્થાયી થયેલા પોતાની સૌરાષ્ટ્રવાસી તરીકેની ઓળખ નવ-નવ પેઢી સુધી હજુયે કાયમી રાખનાર સૌરાષ્ટ્રીયન સમુદાયનું ઉચ્ચ કક્ષાનું પ્રતિનિધિ મંડળ સૌરાષ્ટ્ર હેરીટેજ ચેર સૌરાષ્ટ્ર યુનિર્વસીટી અંર્તગત સૌરાષ્ટ્રના પાંચ દિવસના પ્રવાસે છે તેઓ સોમનાથ મહાદેવ મંદિર ખાતે આવી પહોંચતા ટ્રસ્ટ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ તેઓને આવકાર્યા.સોમનાથ ટ્રસ્ટ-ટ્રસ્ટી સચિવ પ્રવિણભાઇ લહેરી વતી વિગત આપતાં ટ્રસ્ટ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું કે સોમનાથ મંદિર ઉપર જે તે કાળમાં આક્રમણ થયેલ તે વખતે અહીંથી માઇગ્રેટ થયેલ લોકો જે હાલમાં દક્ષિણભારતમાં મોટી સંખ્યામાં છે જેના પૂર્વજો અહીં હતા અને હાલ પણ તેઓ પોતાની ઓળખ સૌરાષ્ટ્રીયન તરીકે આપવાની ચાલુ જ રશાખી છે. તેઓના ઘર પણ સૌરાષ્ટ્ર ઢબના છે અહીં તેઓ સોમનાથ મહાદેવના દર્શન-પૂજન-દૈત્યસુદન ભગવાનનું મંદિર-ગૌરીકુંડ તથા સોમનાથ ટ્રસ્ટ સાઇટ સીન-સરભરા-સોમનાથ મંદિર ડોકયુમેન્ટરી ફિલ્મ દર્શાવી હતી સોમનાથના દર્શનથી તેઓ ખૂબ જ પ્રભાવિત થયા અને વ્યવસ્થાઓ પ્રત્યે રાજીપો વ્યકત કર્યો. અહીં તેમની સાથે  સૌરાષ્ટ્ર યુનિ.પૂર્વ વાઇસ ચાન્સેલર કમલેશ જોશીપુરા, રાજકોટ પૂર્વ મેયર ભાવના જોશીપુરા જોડાયા હતા. તામિલનાડુના આ ગ્રુપમાં ધનલક્ષ્મી એન્જીનીયરીંગ કોલેજ અને સંસ્થા સ્થાપક પ્રો.પી.વી. રામમૂર્તિ, ધનલક્ષ્મી, વરિષ્ટ ધારાશાસ્ત્રી રામશંકર, ઉદ્યોગપતિ નાગરાજન, સામાજીક અગ્રણી સુરેન્દ્રન, મહિલા અગ્રણી જયંતિ સહિત ૧૩ મહાનુભાવોનો સમાવેશ થાય છે. જૂનાગઢ બહાઉદીન કોલેજના ઇતિહાસ રસિક પ્રાધ્યાપક વિશાલ જોશી પુરક વિગત આપતાં જણાવે છે કે ''તેઓ એ પોતે જ સંસ્થાઓ સ્થાપે તેમાં સૌરાષ્ટ્ર શબ્દ ખાસ ઉલ્લેખ કરાવે જેમકે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોર્મસ, સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ એન્જીનીયરીંગ કોલેજ આમ પોતાના મૂળ વતનની યાદ તાજી, કાયમી અને આગળ સુધી જાળવી રાખતા આવ્યા છે. '' જૂનાગઢ ખાતે ઇંન્દ્રેશવર મહાદેવ, જુનુ સ્વામિનારાયણ મંદિર, ભારતી આશ્રમ સહિતના દર્શનીય સ્થળો આસ્થા-ભાવુક રીતે ધન્ય બન્યા હતા. તેઓ સોમનાથ, પોરબંદર, દ્વારકા, જૂનાગઢ, રાજકોટના પ્રવાસે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને તેના પ્રાધ્યાપકો દ્વારા પણ આ ગ્રુપને સહકાર અપાયો હતો. (તસ્વીર-અહેવાલ : મીનાક્ષી ભાસ્કર વૈદ્ય, પ્રભાસ પાટણ) 

(1:16 pm IST)