Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

કેશોદ શહેરમાં કૃષી ધિરાણ સમારોહમાં વિવિધ યોજનાઓ હેઠળ સાત કરોડ રૂપિયાની ફાળવણી

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ, તા. ર૭ :  કૃષીપ્રધાન ભારત દેશના ખેડૂતોને જગતનો તાત ગણવામાં આવે છે.  ગુજરાત રાજ્ય નું ગૌરવ એવાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ખેડૂતોને પડતી મુશ્કેલીને દૂર કરી વચેટિયાઓ હટાવી સીધેસીધી તમામ સહાય ખેડૂતો નાં બેંક ખાતામાં જમા કરાવી આપવાની સેન્ટરલાઈઝ વ્યવસ્થા ઉભી કરી ખેડૂતો ની આવક બમણી કરી આપવા વિવિધ પ્રકારની કૃષિ અંગેની યોજનાઓ જાહેર કરી છે. કેશોદ શહેરમાં બેંક ઓફ બરોડા કેશોદના યજમાન પદે યોજાયેલા કૃષિ ધિરાણ વિતરણ સમારોહ જુનાગઢ રોડ પર પાનદેવ સમાજ ખાતે યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં બેંક ઓફ બરોડા નાં ડેપ્યુટી જનરલ મેનેજર નરેન્દ્ર સિંઘ, જુનાગઢ ક્ષેત્રિય પ્રમુખ પરાગ એન શિવગાવકર,ઉપક્ષેત્રિય પ્રમુખ વિકાસ ચાવલા, નાબાર્ડ નાં જીલ્લા ડેવલપમેન્ટ મેનેજર કિરણ રાઉત નું વાજતેગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું. મંચસ્થ મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટય કરી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો.

કેશોદ શહેરમાં બેંક ઓફ બરોડા ની અંદર દેના બેંક અને વિજયા બેંક નું એકત્રીકરણ કરવામાં આવેલ હોવાથી ખાતેદાર ખેડુતોની સંખ્યામાં વધારો થવાની સાથે સાથે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ની પાક ધિરાણ, પશુપાલન સહાય,કુવો ખોદવા ની સહાય, ખેતીના ઓજારો અને વાહનો ઉપરાંત અન્ય સહાય યોજના નો લાભ આપવા સરળતા અને સહેલાઈથી ઝડપી કામગીરી હાથ ધરવામાં આવતી હોવાથી બેંક ઓફ બરોડા આંબાવાડી શાખા અને ચાર ચોક શાખા ખેડૂતો ની પસંદગી ની બેંક બની ગયેલી છે. કેશોદ બેંક ઓફ બરોડા દ્વારા વિવિધ કૃષિ અંગેની યોજનાઓ હેઠળ રૂપિયા સાત કરોડ નું ધિરાણ વિતરણ કરવામાં આવ્યું હતુ.

કૃષિ ધિરાણ વિતરણ સમારોહ કાર્યક્રમ માં બેંક ઓફ બરોડા અને નાબાર્ડ નાં અધિકારીઓ દ્વારા ખેડૂતોને વિવિધ યોજનાઓની માહિતી આપી ઉદભવતી વિસંગતતાઓ દુર કરી હતી. કૃષિ ધિરાણ વિતરણ સમારોહ કાર્યક્રમ માં પટાંગણમાં મહિન્દ્રા ,ફાર્માટેક, ચેમ્પિયન, યમુના ટ્રેકટર અને ભોલેનાથ એન્જીનીયરીંગ ઉપરાંત સૃષ્ટિ સેવા કેન્દ્ર દ્વારા ઓર્ગેનિક ખેતી અંગે માહિતી અને બીજ વિતરણ કરવામાં આવ્યું હતુ.

કેશોદ શહેરમાં યોજાયેલા કૃષિ ધિરાણ વિતરણ સમારોહ કાર્યક્રમ ને સફળ બનાવવા કેશોદ બેંક ઓફ બરોડા નાં ચીફ મેનેજર માનસ પટનાયક,ચિમનસિહ રાજપૂત,કો ઓર્ડીનેટર નંદલાલ પટોળીયા, રાકેશભાઈ પટાટ, કેતનભાઈ ઠુબર,સુરજબેન, પ્રવિણભાઈ કરમટાએ જહેમત ઉઠાવી હતી. કેશોદ પંથકના ઉપસ્થિત ખેડૂતો એ કૃષિ ધિરાણ અંગેની યોજનાઓ ની માહિતી મેળવી ખુશી વ્યકત કરી હતી અને આવાં ખેડૂતલક્ષી કાર્યક્રમ નું આયોજન કરવામાં આવે તો વિસંગતતાઓ દુર થાય અને ધરતી નો તાત સરકાર ની વિવિધ યોજનાઓ નો લાભ લઇ સમૃદ્ધ ખેડૂત બની શકે એવું જણાવ્યું હતું.

(1:14 pm IST)