Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

જુનાગઢ જિલ્લામાં ૪ દિવસથી મેઘાનો વિરામઃ સીઝનનો કુલ વરસાદ ૧૦૬.૮૯ ટકા

સૌથી વધુ ૧૪૩.૪પ ટકા વરસાદ માંગરોળમાં

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ર૭: જુનાગઢ જિલ્લામાં છેલ્લા ૪ દિવસથી મેઘરાજાએ વિરામ રાખ્યો છે.

જિલ્લામાં ગત તા. ર૩નાં રોજ કુલ ૧૩૬ મીમી વરસાદ નોંધાયો હતો આ પછી આજે સતત ચોથા દિવસે પણ મેઘાએ પોરો ખાધો છે.

જુનાગઢ જિલ્લામાં આજે સવાર સુધીમાં સીઝનનો કુલ વારસાદ ૧૦૬.૮૯ મીમી નોંધાયો છે. સૌથી ૧૪૩.૪પ ટકા (૧ર૪૮ મીમી) વરસાદ માંગરોળ પંથકમાં નોંધાયો છે.

૮૬.૧૧ ટકા (૬ર૬ મીમી) વરસાદ સાથે ભેસાણ સૌની પાછળ છે.

કેશોદમાં ૧૦પ.૯૦ ટકા (૯૩૪ મીમી), જુનાગઢ ૧૦૧.૩૩ ટકા (૯૯૧ મીમી), મેંદરડા-૯૦.ર૪ ટકા (૮૬૯ મીમી), માણાવદર-૧૧૮.૭૯ ટકા (૧૦૦પ મીમી), માળીયા-૧૦ર.૬૩ ટકા (૧૦પ૩ મીમી), તથા વંથલી ૧૦ર.૭૪ ટકા (૯૭પ મીમી) અને વિસાવદરમાં સીઝનનો કુલ વરસાદ ૧૧પ.૩ર ટકા (૧ર૮૦ મીમી) થયો છે. 

(1:13 pm IST)