Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

કેશોદમાં ૧૧ દુકાનોમાં ચોરી કરનારા ૩ જૂનાગઢમાંથી ઝડપાઇ ગયા ખજુરીયા ગેંગના ત્રણ આરોપીએ અન્યત્ર ૧૫ સ્થળે ચોરી કરી છે

(કમલેશ જોષી દ્વારા) કેશોદ તા. ૨૭ : કેશોદમાં બે માર્કેટમાં ૧૧ દુકાનમાં ચોરી થઇ હતી આ અંગે ફરીયાદ નોંધાઇ હતી ચોરી કરનાર શખ્શો જુનાગઢમાં છુપાયા હોવાની બાતમીના આધારે જુનાગઢ એલસીબીએ ત્રણ શખ્શોને ઝડપી લીધા હતાં આ શખ્શ દાહોદ જિલ્લાના ખજુરિયાની કુખ્યાત ચડ્ડી બનીયાંન ગેંગના સાગરીત હોવાનું ખુલ્યું હતું તેમજ આ શખ્શોએ રાજયના ૭ જીલ્લાના ૧૫ જગ્યાએ ચોરી કરી હોવાનું કબુલ્યું હતું પોલીસે રૂપિયા ૬૧૦૦૦ ના મુદ્દામાલ સાથે અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કેશોદમાં અઠવાડિયા પહેલાં પોલીસ સ્ટેશનની સામે આવેલા મયુર માર્કેટની ૯ અને નગરપાલીકા સામે આવેલ શ્રી નાથજી માર્કેટની ૨ દુકાનોમાં તસ્કરોએ શટર તોડી રૂપિયા ૧.૪૦.૦૦૦ રોકડા અને બે ચાંદીના સિક્કા સહીત રૂપિયા ૧.૪૦.૨૫૦ ની તસ્કરી કરી હતી આ અંગે મયુરભાઈ લલિતભાઈ લાલવાણીએ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી જેમાં અન્ય ૧૦ દુકાનોમાં ચોરી થયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો પોલીસે અજાણ્યા વિરૂધ્ધ ૩૮૦.૪૫૭.૪૨૭. મુજબ ગુન્નો નોંધી તપાસ હાથ ધરી હતી.

જેમાં જીલ્લા પોલીસ વડા રવિતેજા વાસમસેટ્ટીની સૂચના અને માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ એચ. આઇ. ભાટી અને તેમની ટીમ દ્વારા સીસીટીવી ફૂટેજ બાતમીદાર અને ટેકનિકલ સર્વેલન્સ ટીમની મદદથી જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી હતી ચોરી કરનાર માણાવદર. કોડીનાર. સોમનાથમાં ચોરીના ગુનામાં પકડાયેલાં હોય અને જૂનાગઢના જોષીપુરામાં આદિત્ય શાકમાર્કેટમાં છુપાઈને રહેતા હોવાની બાતમી મળી હતી બાદ બાતમીના આધારે દાહોદ જિલ્લાના ખજુરિયાની કુખ્યાત ચડ્ડી બાનીયાંનધારી ગેંગના મથુર રમેશભાઈ ભાભોર. ભાવસીંગ રમેશભાઈ ડામોર. અને દિલીપ શબુરભાઇ દાંગીને રૂપિયા ૫૦૦૦૦ રોકડા અને રૂપિયા ૧૧૦૦૦ની કિંમતના ૩ મોબાઇલ એમ કુલ મળી રૂપિયા ૬૧૦૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ તપાસમાં પકડાયેલાં શખ્શોએ અગાઉ પણ વિજય પાંગલાભાઇ મીનામાં. પંકેશ ગાંડાભાઈ મીનામા સાથે ચોરી કર્યાનું કબુલ્યું હતું આ શખ્શો પકડાયા બાદ તેમની પૂછપરછ કરતાં આ તસ્કરોએ કેશોદમાં ૨. પાલીતાણા ૧. લાઠી,૧. ઢસા ૧. મહુવા ૧. જુનાગઢ તાલુકા ૧. ગોંડલ. અમદાવાદ. અંકલેશ્વરમાં મળી કુલ ૧૫ જગ્યાએ ચોરી કર્યાનું કબુલ્યું હતું.

(1:12 pm IST)