Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

નવલા નોરતા પૂર્વ ટંકારામાં અગરબત્તી ઉદ્યોગમાં ચમકારો

ટંકારામાં તૈયાર થતી સોરમદાર અગરબતી જીલ્લા આખામાં ફોરમ ફેલાવે છે

ટંકારા,તા.૨૭: આધ્યાશકિત માં જગદંબાના ગુણલા ગાઈ ગરબે ઘુમવાના દીવસો એટલે નવરાત્રિ જેને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ટંકારાના ગૃહ ઉદ્યોગમા તૈયાર થતી અગરબતીની અવનવી વેરાયટી સોરમ ફોરમ ફેકવા તૈયાર થઈ રહી છે.

ટંકારા સાવન અગરબતી વર્કસ વાળા ભરતભાઇ જણાવે છે કે અગરબતી અને એની બનાવટ અદભુત હોય છે કાંડી મા પ્રાણ પુરવા માફક ખુશ્બુ થકી શ્રધ્ધા અને ભકિત પ્રજવલિત કરવામાં અગરબતી મહત્વનુ સ્થાન ધરાવે છે ત્યારે નવલા નોરતામા અવનવી અગરબતીની ડિમાન્ડ વધારે હોય છે. (તસ્વીરઃ જયેશ ભટ્ટાસણા -ટંકારા) 

(12:04 pm IST)