Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

ધોરાજીનીમાં ૧૫દિ' પહેલા બનેલો રસ્તો ધોવાઇ ગયો : ''વિકાસ ગાંડો થયો''ના બેનરો સાથે વેપારીઓના સુત્રોચાર

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી,તા.૨૭ : ધોરાજી શહેરમાં નગરપાલિકાએ તાજેતરમાં જ બનાવેલા નવા પેવર રોડ ધોવાઈ ગયા છે શહેરના મુખ્ય ગણાતા ત્રણ દરવાજાથી સિંધી કાપડ બજાર મેઇન બજાર ચકલા ચોક દરબાર ગઢ રોડ સોની બજાર નદી બજાર શાકમાર્કેટ પોલીસ ચોકી રોડ ખરાવડ પ્લોટ જીન મિલ રોડ અવેડા ચોક સ્ટેશન રોડ પોલીસ સ્ટેશન રોડ વોકળા કાંઠા રોડ પોસ્ટ ઓફિસ રોડ ડૉકટર પ્રવિણભાઈ ગરબી ચોક રોડ વિગેરે શહેરના મુખ્ય ગણાતા નગરપાલિકાએ બનાવેલા રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં થઈ ગયા છે પરંતુ તાત્કાલિક રીપેરીંગ કરવા જોઈએ ગેરેન્ટી પિરિયડ માં આવતા હોવા છતાં પણ કોન્ટ્રાકટરે હાથ ઊંચા કરી દીધા હોય એવું જાહેરમાં જોવા મળી રહ્યું છે આ બાબતે ધોરાજી નગરપાલિકા ના ચીફ ઓફિસર એ તાત્કાલિક કોન્ટેકટરો સામે આકરા પગલાં લઇ કાર્યવાહી કરવી જોઇએ તેવી ધોરાજી શહેર ભાજપ મંત્રી વિઠ્ઠલભાઈ હિરપરા એ માગણી કરતા જણાવેલ કે ધોરાજી નગરપાલિકા દ્વારા હજુ હમણાં જ શહેરમાં રસ્તાઓ બન્યા અને એ રસ્તા ખોવાઈ ગયા છે જે બાબતે કોન્ટ્રાકટરો સામે આકરા પગલા લેવા જોઈએ અને જે જવાબદાર હોય તેવા કોન્ટ્રાકટરોને બ્લેકલિસ્ટ માં મુકવા પણ માગણી કરી હતી ધોરાજી નગરપાલિકા શા માટે કોન્ટ્રાકટરો ને સાચવે છે તે -જામાં સવાલ ઉભો થયો છે

જ્યારે ધોરાજીના મુખ્ય વિસ્તાર ગણાતા જેતપુર રોડ જુનાગઢ રોડ અને જમનાવડ રોડ સ્ટેટ હાઇવેમાં આવતા હોય તેની હાલત પણ અતિ ખરાબ થઈ ગઈ છે ત્યારે ધોરાજીના જેતપુર રોડ ઉપર વેપારીઓએ જાહેરમાં બેનરો લગાવ્યા છે અને વિકાસ ગાડો થયો છે તે પ્રકારના જાહેરમાં બેનરો લગાવી જેતપુર રોડ ઉપર વેપારીઓએ સૂત્રોચ્ચારો કર્યા હતા કે ધોરાજી નો વિકાસ ગાડો થયો છે આ પ્રકારે જાહેરમાં સૂત્રોરચાર પોકાર્યા હતા જે ધોરાજી શહેરમાં ચર્ચાનો મુદ્દો બની ગઈ હતો

 

ધોરાજી શહેર ભાજપ મંત્રી વિઠ્ઠલભાઈ હિરપરા જણાવેલ કે ધોરાજીમાં જેતપુર રોડ અતિ બિસ્માર હાલતમાં છે લગભગ ચારથી પાંચ વખત આ રોડ રિપેર કરવામાં આવ્યો છે પરંતુ ભારે વરસાદને કારણે નીચેના ભાગમાં પાણી હોવાથી ભેજને કારણે આ રોડ વારમવાર  બેસી જાય છે અને ખાડા પડી જાય છે જેથી આ રોડ ઉપર ડામર રોડ નહીં પરંતુ સિમેન્ટ રોડ બને તે બાબતે માર્ગ અને મકાન વિભાગ ને જાણ કરી તાત્કાલિક દરખાસ્ત ગાંધીનગર સુધી પહોંચાડી દેવામાં આવી છે અને ચોમાસા બાદ તાત્કાલિક આ વિસ્તારનો રોડ સિમેન્ટ રોડ બનશે અને તેની કાર્યવાહી શરુ કરી દેવામાં આવશે તેવી ખાતરી આપી હતી

ધોરાજી શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને સુધરાઇ સભ્ય દિનેશભાઈ વોરા એ જણાવેલ કે ધોરાજીના ત્રણ મુખ્ય ગણાતા state highway જેતપુર રોડ જુનાગઢ રોડ અને જમનાવડ રોડ ત્રણે-ત્રણ રોડ અત્યારે બિસ્માર હાલતમાં થઈ ગયા છે આ રોડ ઉપર વિદ્યાર્થીઓને ચાલવુ પણ મુશ્કેલ છે તેમજ એમ્બ્યુલન્સ પણ આ વિસ્તારમાં ચાલી શકે તેવી હાલતમાં નથી હાલમાં આ ત્રણેય મુખ્ય માર્ગો ઉપર અનેક વખત રીપેરીંગ કરવાના ખર્ચા કરવામાં આવ્યા છે પરંતુ માટી નાંખવાને કારણે આ વિસ્તારમાં કાદવકીચડ થઇ ગયા છે અને સામાન્ય વરસાદ આવે તો પણ રસ્તો ખરાબ થઈ જાય છે અને ઠેર ઠેર ખાડા પડી જાય છે તાજેતરમાં જ ધોરાજીનો જેતપુર રોડ લગભગ ચાર-પાંચ વખત રીપેરીંગ કર્યા બાદ તાત્કાલિક પેવર રોડ બનાવવામાં આવ્યો હતો પરંતુ લાખો રૂપિયાના ખર્ચે પેવર રોડ બન્યો અને પંદર દિવસમાં સંપૂર્ણ રોડ ધોવાઇ ગયો આ બાબતે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે મોટો ભ્રષ્ટાચાર થયો હોય જેથી તાત્કાલિક જવાબદાર કોન્ટ્રાકટર સામે તેમજ અધિકારીઓ સામે તપાસ થવી જોઇએ અને કાયદેસરના પગલાં લેવા જોઈએ તેવી અમારી માગણી છે.

 ધોરાજી જેતપુર રોડ ના વેપારીઓ ચીમનભાઈ વૈષ્ણવ. જીતુભાઈ પોઠીયા. વિનોદભાઈ દુધાત્રા વિગેરે વેપારીઓએ પોતાની વ્યથા ઠાલવતા જણાવેલ કે ધોરાજીના જેતપુર રોડ ઉપર અમારી દુકાન ચલાવી મુશ્કેલ છે કારણકે માર્ગ અને મકાન વિભાગના કોન્ટ્રાકટરો વ્યવસ્થિત રોડ બનાવવાના બદલે માટી નાખી જાય છે જેના કારણે ધૂળની ડમરી અને આખો દિવસ ધૂળના કારણે અમારે પણ દુકાનમાં બેસી શકાતું નથી અને રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે તેમજ છેલ્લા છ મહિનાથી આ વિસ્તારમાં અમો જેતપુર રોડ અમેં તાત્કાલિક સારો કરવા બાબતે આંદોલન ચલાવી રહ્યા છીએ ચક્કાજામ કર્યા બાદ યોગ્ય ખાતરી અમને મળી હતી અને તાત્કાલિક નવો પેવર રોડ બનાવવાની ખાત્રી આપ્યા બાદ માર્ગ અને મકાન વિભાગ એ નવો પેવર રોડ તો બનાવ્યો પરંતુ માત્ર પંદર દિવસના ગાળામાં રોડ ખોવાઈ ગયો ક્યા કારણોસર આ રોડની હાલત ખરાબ થઈ હતી એવી  તે પણ એક તપાસનો વિષય છે અમારી માગણી છે કે આ નવા રોડ બન્યા પછી અનેક વખત ખાડાઓ પાછા પડ્યા હતા પણ આ વિસ્તારની હાલત ખરાબ છે જેથી જવાબદારો સામે તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ અને આ વિસ્તારમાં તાત્કાલિક અસરથી સિમેન્ટ રોડ ની મંજૂરી આપવી જોઈએ જેના કારણે ફરી વેપારીઓ મુશ્કેલીમાં ન મુકાય અને વધારે પડતાં ડામર રોડ અને માટી નાંખવાને કારણે દુકાનથી રોડ ઊંચા આવી ગયા છે જેથી ચોમાસાનું પાણી દરેક દુકાનની અંદર ઘૂસી જાય છે જેથી રોડ ફરી ખોદી ને બે ફૂટ રોડ નીચો બનાવવામાં આવે તેવી વેપારીઓએ માંગણી કરી હતી અને જે ભ્રષ્ટાચાર ની અંદર જવાબદાર હશે તેની સામે યોગ્ય તપાસ થાય તેવી પણ માગણી કરી હતી

આ સાથે વેપારીઓએ જાહેરમાં બેન લગાવ્યા હતા અને વિકાસ ગાંડો થયાના જાહેરમાં સૂત્રો પોકાર્યા હતા. 

(12:03 pm IST)