Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

જસદણ શહેરમાં ઝુંપડી- તંબુ- અને ડંગામા ગરીબોની વેદના સાંભળી સમજાવી વેકિસન લેવડાવતા ડો. ભરતભાઇ બોઘરા

શહેરમાં ૯૦ થી ૯૫ ટકા વેકિસનેશન કરાવ્યું અને અભણ લોકોને પણ પોતે જાત ટીમ સાથે જઈને સમજાવવા મનાવવામાં સફળતા સાંપડી

(નરેશ ચોહલીયા દ્વારા) જસદણ, તા.૨૭: જસદણ શહેરમાં નગરપાલિકા અને શહેર ભાજપ તેમજ જિલ્લા ભાજપના હોદેદારો સાથે જસદણ વિછીયાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો. ભરતભાઇ બોઘરાએ શહેરમાં ઘરે ઘરે જઈને વેકિસન લેવામાં બાકી રહેતા લોકોને સમજાવી ફોસલાવીને વેકિસનના ડોઝ અપાવ્યા હતા આતકે જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ હરેશભાઇ હેરભા જીલ્લા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ અલ્લાઉદીનભાઇ ફોગ જિલ્લા યુવા ભાજપ મંત્રી મુકેશભાઈ મકવાણા જિલ્લા ભાજપ મંત્રી રમાબેન મકવાણા પાલિકા પ્રમુખ પ્રતિનિધિ અલ્પેશભાઈ રુપારેલીયા ઉપપ્રમુખ દીપુભાઈ ગીડા કારોબારી ચેરમેન કાજલબેન પ્રવીણભાઈ ધોડકિયા પૂર્વ નગરપતિ જીગ્નેશભાઈ હિરપરા પીઢ અગ્રણીઓ અશોકભાઈ મહેતા ચંદુભાઈ કચ્છી પાટીદાર સમાજના અગ્રણી નરેશભાઈ ચોહલીયા કોળી સમાજના અગ્રણી બીજલભાઇ ભેંસજાળીયા કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણી અશોકભાઈ આર ધાધલ રાજગોર બ્રાહ્મણ સમાજના અગ્રણી દીપકભાઈ રવિયા યુવા ઉદ્યોગપતિ વિજયભાઈ રાઠોડ શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ મકાણી તાલુકા ભાજપ પ્રમુખ વલ્લભભાઈ રામાણી સહિતના અગ્રણીઓએ શહેરમાં વેકિસનેશન નાઙ્ખ પહેલો અને બીજો ડોઝ લેવા માટેના કાર્યક્રમમાં રૂરૂ દ્યરે દ્યરે જઈને લોકોને સમજાવ્યા એટલું જ નહીં જસદણ-વિંછીયાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ કે બોઘરા એ પણ નાના માણસોની ઝૂંપડી ડંગા તંબુમા જઇને ગરીબ અભણ લોકોની વેદના લાગણીઓ સાંભળી તેઓના પ્રશ્નોના નિરાકરણ લાવવા માટે પણ ખાતરી આપી આ ઉપરાંત તેઓને વેકેશનનો ડોઝ લેવા સમજાવી મનાવી અને ડોઝ લેવડાવ્યા હતા આ જ કારણથી જસદણ શહેરમાં ૯૦ થી ૯૫ ટકા જેટલી વેકિસન લેવાઈ ગઈ અને ૯૦ થી ૯૫ ટકા લોકો કોરોના મહામારીથી સુરક્ષિત બન્યા તેનો શ્રેય જસદણ વિછીયાના પૂર્વ ધારાસભ્ય ડો. ભરતભાઇ બોઘરા તથા કોવિડની ટીમ પાલિકાની ટીમ ભાજપ ટીમની મહેનત સફળ થઈ તેના ફાળે જાય છે અને પાંચથી દસ ટકા જે લોકો વેકિસન લેવામાં બાકી છે તેને પણ આગામી દિવસોમાં સમજાવી ફોસલાવીને અંધશ્રદ્ઘા દૂર કરી અને વેકસીન અપાવીશું તેમ અંતમાં જસદણ વિછીયાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ ખોડાભાઈ બોઘરાએ જણાવેલ છે.

(12:01 pm IST)