Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવના દર્શને રાઘવજીભાઇ પટેલ

વાંકાનેર : બોટાદ જિલ્લાના જગ વિખ્યાત સાળંગપુરધામમાં આવેલ સૌનું આસ્થાનું પ્રતીક અને જયાં ધજા ફરકે છે સત ધર્મ ની એવા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિર ખાતે તારીખ.૨૫/ ૯/ ૨૧ ને શનિવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદા ને દિવ્ય વાઘાનો દાદાના સિંહાસનને અનોખા ફૂલોનો શણગાર કરવામાં આવેલ હતો તેમજ મંગળા આરતી સવારે  ૫:૩૦ કલાકે પૂજય સ્વામીશ્રી ડી.કે.સ્વામીજી દ્વારા કરવામાં આવેલ તેમજ શણગાર આરતી સવારે ૭:૦૦ કલાકે પરમ પૂજય શાસ્ત્રી સ્વામીશ્રી હરીપ્રકાશદાસજી સ્વામીજી (અથાણાવારા) દ્વારા કરવામાં આવેલ હતી શનિવારના રોજ ગુજરાત રાજયના નવનિયુકત કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના દર્શનાથે પધારેલ હતા અને શ્રી રાઘવજીભાઈ પટેલે શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીજી, કોઠારી સ્વામી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીજીના આશીર્વાદ મેળવ્યા હતા અને શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના દર્શન કરીને ધન્યતા અનુભવેલ હતી તેમજ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુરધામમાં થતા સેવાના કાર્યો જાણીને શ્રી રાઘવજીભાઈ પટેલે આનંદ વ્યકત કરેલ હતો. તેમજ મંદિરની યજ્ઞશાળામાં ભવ્ય દિવ્ય 'મારૂતિ યજ્ઞ'નું આયોજન કરવામાં આવેલ આ દિવ્ય દર્શનનો હજારો ભાવિક ભકતજનોએ લાભ લઈ ધન્યતા અનુભવેલ હતી સવારે તેમજ સાંજે સંધ્યા આરતીમાં મંદિરના પરિસર ગ્રાઉન્ડમાં નિજ મંદિરમાં આરતી સમયે 'શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદા કી જય' નારાથી વાતાવરણ ભકિતમય બની ગયેલ હતું.

(11:59 am IST)