Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

સાળંગપુર કષ્ટભંજન દેવના દર્શન કરતા રામભાઇ મોકરીયા તેમજ બોટાદના કલેકટર તુષાર સુમેરા એસપી હર્ષદ મહેતા સહિતના મહાનુભાવો

જુનાગઢ :.. બોટાદ જીલ્લાના રાણપુરમાં શની-રવિ એમ બે દિવસ સુધી સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજનું મહાઅધિવેશન યોજાયુ હતું દરમ્યાન આ સંમેલનમાં ભાગ લેવા આવેલા મહાનુભાવોએ સાળંગપુર કષ્ટભંજન દેવના દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. ઉપરોકત તસ્વીરમાં કષ્ટભંજન દેવના દર્શનનો લાભ લેતા રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા બોટાદના કલેકટર તુષાર સુમેરા એસપી  હર્ષદ મહેતા સીઆઇડી બ્રાન્ચના એસપી ગિરીશ પંડયા ડે. કલેકટર ધવલ જાની તથા પત્રકાર જયેશ દવે તેમજ કેતનભાઇ માઢક અને કોઠારી સ્વામી નજરે પડે છે.  (અહેવાલ : વિનુ જોષી તસ્વીર : મુકેશ વાઘેલા જુનાગઢ)

(11:56 am IST)