Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

ધોરાજીના ઝાંઝમેરમાં મહિલાએ એસીડ પીધું: સોળવદરમાં પ્રૌઢે ઝેરી દવા પીધીઃ બન્‍ને સારવારમાં

(ધર્મેન્‍દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી તા. ર૭: ધોરાજીના ઝાંઝમેર ગામે રહેતા રાણીબેન ગોવિંદભાઇ સોલંકી પોતાના ઘેર એસીડ પી જતા ધોરાજીની સરકારી હોસ્‍પીટલ ખાતે સારવારમાં આવેલ અને તેને ગંભીર હાલતમાં જુનાગઢ સરકારી હોસ્‍પીટલ ખાતે વધુ સારવાર માટે ખસેડાયા છે.
સોળવદર ગામે રહેતા પરસોતમભાઇ મેઘાભાઇ નામના વ્‍યકિત વાડીએ ઝેરી દવા પી જતા ધોરાજીની સરકારી હોસ્‍પીટલ ખાતે સારવારમાં આવતા વધુ સારવાર માટે જુનાગઢ ખસેડાયા છે. આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

 

(11:20 am IST)