Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

મુન્‍દ્રા ડ્રગ્‍સ કાંડમાં કોઇમ્‍બતુર, ઇરાન અને કચ્‍છ કનેકશન ધરાવતા એક શખ્‍સની ધરપકડ : કુલ ૯ની અટક

મોટા પાયે ઓપરેટ કરતા ડ્રગ્‍સ માફિયાઓ સાથે કસ્‍ટમ તંત્રની ભૂમિકાની તપાસ થાય તો વધુ રહસ્‍યો ખૂલે : આતંકવાદી તત્‍વોની સાંઠગાંઠ હોય દેશદ્રોહ જેવા કડક કાયદા હેઠળ ગુનો નોંધી કડક કાનૂની કાર્યવાહી જરૂરી


(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૭ : મુન્‍દ્રા અદાણી પોર્ટમાંથી ઝડપાયેલ ૨૧૦૦૦ કરોડના ડ્રગ્‍સ પ્રકરણમાં વધુ એક શખ્‍સની ધરપકડ કરાઈ છે. જેનું કનેક્‍શન કોઇમ્‍બતુર, કચ્‍છ અને ઈરાન સાથે છે. રાજકુમાર નામના આ શખ્‍સની કચ્‍છના ગાંધીધામ માંથી ધરપકડ કરાઈ છે.
મૂળ કોઇમ્‍બતુરનો રહેવાસી રાજકુમાર અગાઉ ઈરાનમાં કામ કરતો હતો. ઈરાનમાં વિદેશ વ્‍યાપાર સાથે સંકળાયેલ રાજકુમાર ડ્રગ્‍સ ભરેલા કન્‍ટેનરોના લોડીંગ માં મદદરૂપ બન્‍યો હોવાની શંકા સાથે વધુ તપાસ હાથ ધરાઇ છે. આ સાથે જᅠ ડ્રગ્‍સ કાંડમાં અત્‍યાર સુધી ૯ જણાની ધરપકડ કરાઈ છે. દેશમાં ડ્રગ્‍સ ઘુસાડી યુવાધનને બરબાદ કરવાના ષડયંત્ર સાથે આતંકવાદી ગતિવિધિઓ પણ સંકળાયેલી હોઈ આ સમગ્ર કેસમાં દેશદ્રોહની કલમ તળે ગુનો નોંધી કાર્યવાહી કરવી જોઈએ.
અત્‍યારે અન્‍ય સુરક્ષા એજન્‍સીઓ પણ ઉંધે માથે તપાસ કરી રહી છે ત્‍યારે પોર્ટ ઉપર ફરજ બજાવતા અને ફોરેન ટ્રેડ માટે એનઓસી ઇસ્‍યુ કરતાં કસ્‍ટમ ના અધિકારીઓ સામે પણ તપાસ થવી જોઈએ. બંદર ઉપર સ્‍કેનર દ્વારા તપાસ બાદ પણ ડ્રગ્‍સ કેમ ઘૂસ્‍યું?

 

(11:16 am IST)