Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

જુનાગઢના ટ્રક ચાલક હુશેનભાઇએ ધંધાકીય મંદીને લીધે જડકા ગામે ગળા પર છરી હુલાવી

વેરાવળ જતી વખતે સસરાની ઘરે રોકાયા ને પગલુ ભર્યુઃ રાજકોટ સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૭: જુનાગઢમાં મજેવડી દરવાજા પાસે સંધીપરામાં રહેતાં અને ટ્રક ડ્રાઇવીંગ કરતાં હુશેનભાઇ હાસમભાઇ સમા (ઉ.વ.૪૨)એ ગડુ શેરબાગ પાસેના જડકા ગામે પોતાના સસરા સુલેમાનભાઇના ઘરે ગઇકાલે સવારે અગિયારેક વાગ્યે પોતાની જાતે પોતાના ગળા પર છરી હુલાવી દેતાં ઇજા થતાંજુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ચોરવાડ પોલીસને જાણ કરી હતી.

હુશેનભાઇને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. પોતે ટ્રક ડ્રાઇવીંગ કરે છે. તેણે કહ્યું હતું કે હાલમાં પોતાને ધંધો બરાબર ચાલતો ન હોઇ તેનું ટેન્શન હતું. વેરાવળ સોમનાથ ગાડી ભરવા જતી વખતે રસ્તામાં સસરાનું ઘર આવતું હોઇ ત્યાં રોકાયા હતાં. ત્યારે મગજ ભમવા માંડતા જાતે ગળા પર છરી હુલાવી લીધી હતી. પોલીસે વધુ તપાસ  હાથ ધરી છે. 

(10:42 am IST)