Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

મોટી પાનેલીમાં ભારે વરસાદથી કપાસનો પાક બળી ગયોઃ સર્વે કરવા માંગણી

મોટી પાનેલી, તા.૨૭: રાજકોટ જીલ્લાના ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં અતિ ભારે વરસાદ થવાના કારણે કપાસની ખેતી કરતા ખેડુતોની હાલત કફોડી થયેલ છે.

વાત કરવામાં આવે તો ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં અતી ભારે વરસાદ થવાના કારણે ખેડૂતોનો કપાસનો પાક સાવ બળી ગયેલ છે. જેનો તાત્કાલિક ધોરણે સર્વે કરી ખેડૂતોને સહાય ચુકવવામાં આવે તેવી મોટી પાનેલીના ખેડુતોમા માંગ ઉઠી છે. તેમ મોટી પાનેલીથી 'અકિલા' ફેસબુક લાઇવના શ્રોતા ચંદ્રેશ હીરાણીએ જણાવ્યું છે.

(10:39 am IST)