Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

રાજકોટ-કાલાવડ સિકસ લેઇન રોડ ઉપર મોટા ખાડા

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા, તા. ૨૭: રાજકોટ થી પંદર કિલોમીટર દૂર ગુજરાત ના વિકસિત ઉધૌગીક વિસ્‍તાર મેટોડા જીઆઇડીસી તેમજ નવિ વિકાસ પામી રહેલ ખીરસરા જી .આઇ. ડી.સી.જવા માટેનો રાજકોટ કાલાવડ રોડ ચાર વર્ષ પહેલા કરોડના ખર્ચે બનેલો છે પરંતુ આ રોડ ચાર વર્ષ મા ચારથી પણ વધુ વખત વિરડા વાજડી થી વાજડી વડ શુદ્ધિ તુટી અને રિપેરી કરવામાં આવેલ છે અને ચોમાસું હોય કે સામાન્‍ય સિઝન રોડ વારંવાર રિપેરીગ કરવાની ફરજ પડેલ છે અત્‍યારે પણ આજ પરિસ્‍થિતિ સર્જાયેલ છે આ રોડ ઉપર મેટોડા જીઆઇડિસી ઉધૌગીક વિસ્‍તાર તેમજ ખીરસરા જી.આઇ.ડી.સી પડધરી તાલુકાના અમરેલી પાસે વિકાસ પામેલ ફેક્‍ટરઓના વાહનો તેમજ વેપારી ઓ તથા રોજગારી માટે જતા લોકો માટે આ મુખ્‍ય માર્ગ છે તેથી રાજકોટ અવધ થી ખીરસરા સુધી આ રાજકોટ કાલાવડ રોડને સિકસ લેન્‍ડ રોડ બનાવવા માટે આવેલ છે પરંતુ અત્‍યારે સાવ ટુટી જતા લોકોને મુશ્‍કેલી નો સામનો કરવો પડે છે.

 

(10:23 am IST)