Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

રાજ્યમાં નવરાત્રી મહોત્સવ મોકૂફ: ભાજપને ગરબાની છૂટ ? : ભાવનગરમાં અભિવાદનની આંધળી ઉજવણી

સામાજિક અંતર અને માસ્કના નિયમોના ખુલ્લેઆમ ધજાગરા ઉડાવ્યા

સૌરાષ્ટ્રમાં ભાજપના નેતાઓમાં કોરોનાનું સંક્રમણ વધ્યુ હતું. ત્યારે હજુ પણ સૌરાષ્ટ્રમાં ભાજપના નેતાઓ નિયમોને નેવે મૂકી રહ્યા છે. ભાવનગરના સાંસદ ભારતી શિયાળની રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે વરણી થવાના કારણે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા અભિનંદન કાર્યક્રમનું આયોજન કર્યું હતું પરંતુ અભિનંદન કાર્યક્રમમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા આંધળી ઉજવણી કરવામાં આવી હતી.

કોરનાના સંક્રમણને રોકવા માટે ગુજરાત સરકારે ખુદ રાજ્ય કક્ષાએ થતો નવરાત્રી મહોત્સવ ન કરવાનો નિર્ણય કર્યો છે. અહીં સુધી કે મોટા ભાગના સામાન્ય લોકો પણ આ વખતે નવરાત્રીમાં ગરબે નહીં રમીએ તેવું નક્કી કરી ચુક્યા છે. છતાં ભાવનગરમાં નેતાઓ કોરોનાના ભય વગર બિન્દાસ્ત ગરબે ગુમ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન ભાજપના કાર્યકર્તાઓ સામાજિક અંતરનું ભાન ભૂલ્યા હતા. આ ઉપરાંત કેટલા કાર્યકર્તાઓએ તો મોઢા પર માસ્ક પણ પહેર્યુ ન હતું અને જેમ કોઈ કોરોના વાયરસ ગુજરાતમાં ફેલાયો જ હોય તે રીતે ભાજપના કાર્યકર્તાઓ ઉજવણી કરતા જોવા મળ્યા હતા. તો બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા નવરાત્રીના તહેવાર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે પરંતુ ભાજપના કાર્યક્રમમાં ગરબા જાણે ફરજિયાત બન્યા હોય તેવું લાગી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે સાંસદ ભારતી શિયાળની નિમણૂક થવાના કારણે ભાજપના કાર્યકર્તાઓએ અભિનંદન માટે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને આ કાર્યક્રમમાં ભાજપની મહિલા કાર્યકર્તાઓએ ગરબા કર્યા હતા

(9:28 pm IST)