Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

જૂથ અથડામણમાં પિતા-પુત્ર, ભત્રીજા પર જીવલેણ હુમલો

કચ્છના રાપરમાં જુથ અથડામણ : ધારીયા, ધોકા, કોવાડીથી ૨૦થી વધુ શખ્સો તૂટી પડ્યા, વકીલની હત્યા બાદ કચ્છમાં બીજો લોહિયાળ ખેલ ખેલાયો

રાજકોટ,તા.૨૭ : કચ્છમાં ધોળે દિવસે વકીલની કરપીણ હત્યા કરી નાંસી ગયેલા શખ્સને પોલીસે પકડી પાડ્યો છે. દરમિયાન હજી તો આ ઘટનાની શાહી સૂકાઈ નથી અને તેમના સર્થકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, તેવામાં જિલ્લામાં ફરી એક લોહિયાણ ગુનાહિત ઘટના સામે આવી છે. ટૂંકા સમયમાં વાગડની ધરતી પર ફરી ખૂની ખેલ ખેલાતા કાયદો અને વ્યવસ્થાના ચીથરેચીથરા ઉડ્યા છે. એક બાજુ વકીલની હત્યાના વિરોધમાં હાઇવે પર ચક્કાજામની ઘટના તો બીજી જૂથ અથડામણ. અસામાજિક તત્વો જાણે પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેવો માહોલ સર્જાયો છે. કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં રેતી ચોરોએ પિતા-પુત્ર અને ભત્રીજા પર જીવલેણ હુમલો કર્યો છે.આ ઘટનામાં ત્રણેય વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી છે. જેમાં પોતાની વાડી નજીક ગેરકાદે ખનન કરી રહેલા શખ્સોને અટકાવતા મામલો બીચક્યો હતો.

            બનાવની વિગત એવી છે કે રાપર તાલુકાના ત્ર'બો ગામે ત્રણ ઉપર ઘાતકી હુમલાની ઘટના સામે આવી છે. જેમાં પિતા પુત્ર અને ભત્રીજા સહિત ને ધારીયા, ધોકા,કુહાડીથી ૨૦ થી વધુ શખ્સો તૂટી પડ્યા હતા. ઘટનામાં એક ને રાપર સરકારી હોસ્પિટલ ખાતે તો બે યુવાનોને ગંભીર ઘાયલ હોતાં બહાર ખસેડાયા હતા. પોતાની વાડી નજીક ગેરકાયદેસર રેતી ચોરી કરતા તત્વો ને કહેતાં મામલો બીચકયો હતો. વાગડ માં ફરી ટૂંકા ગાળા માં લોહી રેડાતાં પોલીસમાં દોડધામ મચી ગઈ હતી. હજી તો વકીલની હત્યાની શાહી સૂકાઈ નથી તેવામાં વધુ એક ખૂની ખેલથી વાગડની ધીંગી ધરા લથબથ થઈ છે. ઘટનાના પગલે હૉસ્પિટલમાં પોલીસનો મોટો કાફલો ઘસી આવ્યો હતો.

 

(7:47 pm IST)